અમદાવાદઃ (ICC CRICKET WORLD CUP) ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે બીજી સેમિફાઈનલ રમાઈ રહી છે. (Final Match)ત્યારે પ્રથમ સેમિફાઈનલમાં ભારતે ન્યૂ ઝીલેન્ડને પરાજય આપીને ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. (Pm Modi) ત્યારે ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. (Ahmedabad Modi stadium)આ મેચમાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ હાજર રહે તેવી શક્યતાઓ છે.
ફાઇનલ મેચને લઇને પોલીસ તંત્ર એલર્ટ થઇ ગયું
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાવાની છે. ત્યારે આ મેચ જોવા માટે વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લેસ પણ હાજર રહેવી તેવી શક્યતાઓ છે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઇને અત્યારથી જ વ્યવસ્થા તંત્ર કામે લાગ્યું છે. અમદાવાદમાં રમાનાર વર્લ્ડકપની ફાઇનલ મેચને લઇને પોલીસ તંત્ર એલર્ટ થઇ ગયું છે. જેસીપી નીરજ બડગુજરે સ્ટેડિયમની મુલાકાત લઇને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
ગત માર્ચમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન આવ્યા હતા
ગત માર્ચ મહિનામાં ઑસ્ટ્રેલિયન વડાપ્રધાન અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી સ્મૃતિ સમાન ટેસ્ટ મેચના એક હિસ્સાના સાક્ષી બન્યા હતા.વડાપ્રધાન મોદીએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને ટેસ્ટ કેપ સોંપી જ્યારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથને ટેસ્ટ કેપ સોંપી હતી. આ પછી બંને દેશોના વડાપ્રધાને સ્ટેડિયમમાં વિશાળ ભીડ સમક્ષ ગોલ્ફ કાર્ટમાં ગાર્ડ ઑફ ઓનર લીધું હતું.
આ પણ વાંચોઃ વર્લ્ડકપ ફાઇનલ: મુંબઈ પોલીસે ખો આપી અને અમદાવાદ પોલીસે જવાબ આપ્યો