ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

PM મોદી અને અદાણી અલગ નથી, એક જ છે: સંસદ પરિસરમાં રાહુલ ગાંધીનું વિરોધ પ્રદર્શન

Text To Speech
  • રાહુલ ગાંધીએ ફરી એકવાર PM નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા

નવી દિલ્હી, 5 ડિસેમ્બર: સંસદના શિયાળુ સત્રનો આજે ગુરુવારે નવમો દિવસ છે. આજે પણ ગૃહમાં ચર્ચા માટે ઘણા મહત્વપૂર્ણ બિલો મૂકવામાં આવશે. આ સિવાય વિપક્ષ સંભલ મુદ્દે પણ હંગામો મચાવી શકે છે. આ પહેલા સંસદ પરિસરમાં રાહુલ ગાંધી સહિત વિપક્ષી સાંસદો દ્વારા અદાણી મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધીએ ફરી એકવાર PM નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ” મોદી ક્યારેય અદાણી સામે તપાસ નહીં કરાવે, કારણ કે જો તેઓ આમ કરશે, તો તેઓ પોતાની જ તપાસ કરાવશે. મોદી અને અદાણી અલગ નથી, એક જ છે.”

જૂઓ રાહુલ ગાંધીએ શું કહ્યું?

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

રાજ્યસભામાં આ મુદ્દે થયો હતો હોબાળો

મંગળવારે રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન ઘણી વખત હંગામો થયો હતો. હકીકતમાં, વિરોધ પક્ષો અદાણી લાંચ કાંડ, સંભલ અને ખેડૂતોના આંદોલન જેવા મુદ્દાઓ પર રાજ્યસભામાં ચર્ચાની માંગ કરી રહ્યા હતા, પરંતુ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે તેને ફગાવી દીધી હતી. આ પછી વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો.

 

રાહુલ અને પ્રિયંકા ગાંધીને સંભલમાં નો એન્ટ્રી

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી મંગળવારે પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના અન્ય કેટલાક નેતાઓ સાથે સંભલ જવા રવાના થયા હતા, પરંતુ તેમને ગાઝીપુર સરહદથી આગળ જવા દેવામાં આવ્યા ન હતા. આ અંગે મંગળવારે વિપક્ષી દળોએ ગૃહમાંથી વોકઆઉટ પણ કર્યું હતું. આવી સ્થિતિમાં આજે પણ આ અંગે હોબાળો થાય તેવી શકયતા છે.

આ પણ જૂઓ: દેવેન્દ્ર ફડણવીસ આજે મહારાષ્ટ્રના CM તરીકે લેશે શપથ, PM મોદી સહિત દિગ્ગજ નેતાઓ આપશે હાજરી

Back to top button