ટોપ ન્યૂઝવર્લ્ડ

PM મોદી-અમિત શાહના ટ્વિટરનું બ્લૂ ટિક ગ્રે થયું, રાહુલ ગાંધીનું હજુ પણ બ્લૂ ટિક

નવી દિલ્હીઃ ટ્વિટર પર નવી વેરિફિકેશન સિસ્ટમ હેઠળ ફેરફારો દેખાવા લાગ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનાં ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લૂ ટિક હટાવી દેવામાં આવ્યું છે. તેમના હેન્ડલ્સમાં ગ્રે ટિક્સ દેખાવા લાગ્યું છે.

જોકે હજુ સુધી ગ્રે ટિકનો નિયમ સંપૂર્ણપણે અપડેટ થયો નથી. ઘણા રાજકારણીઓના હેન્ડલ્સમાં હજુ પણ બ્લૂ ટિક દેખાય છે. રાહુલ ગાંધીનું ટ્વિટર પર હજુ પણ બ્લૂ ટિક દેખાય છે.

13 ડિસેમ્બરે ટ્વિટરે વેરિફિકેશનની પોલિસીમાં ફેરફાર કર્યો છે. એ ત્રણ રંગ વર્ગોમાં વહેંચાયેલું છે. કંપનીઓને ગોલ્ડ ટિક, સરકારોને ગ્રે ટિક અને સામાન્ય નાગરિકોને બ્લૂ ટિક મળશે.

બાઇડન અને સુનકનું વેરિફિકેશન ટિક બદલાઈ ગયું
PM મોદીના ટ્વિટર હેન્ડલ તેમજ વડાપ્રધાન કાર્યાલય (PMO) જેવી સરકારી સંસ્થાઓ પર ગ્રે ટિક જોવા મળી રહ્યું છે. યુએસ પ્રેસિડેન્ટ જો બાઈડન, યુકેના PM ઋષિ સુનક સહિત ઘણા રાજકારણીઓની ટ્વિટર પ્રોફાઇલ પર ગ્રે ટિક દેખાય છે.

ટ્વિટરે બ્લૂ ટિક સેવામાં ઘણા ફેરફારો કર્યા છે
ટ્વિટરે 9 નવેમ્બરના રોજ ચેક-માર્ક બેજ સાથે ટ્વિટર બ્લૂ લોન્ચ કર્યું, પરંતુ નકલી એકાઉન્ટ્સની વધતી સંખ્યાને કારણે બે દિવસ પછી સેવાને હોલ્ડ પર રાખી દીધી. નવા બ્લૂ સાઇન અપ બંધ કરવામાં આવ્યા હતા. અત્યારે આ સેવા અમેરિકા સહિત કેટલાક દેશોમાં ફરી શરૂ કરવામાં આવી છે. આ માટે દર મહિને 8 ડોલર ચૂકવવા પડશે.

જો તમે એને એપલના એપ સ્ટોર પરથી ખરીદો છો, તો એ 11 ડોલરમાં ચાર્જ પર દર મહિને ઉપલબ્ધ થશે. એપલ સ્ટોર પર એ મોંઘું હોવાનું કારણે એના દ્વારા વસૂલવામાં આવેલો 30% ટેક્સ છે. ભૂતકાળમાં મસ્કે એપલના આ ટેક્સ વિશે જણાવ્યું હતું. જ્યારે ભારતમાં આ સેવા શરૂ થશે, ત્યારે એના માટે દર મહિને 700 રૂપિયા ચૂકવવા પડી શકે છે.

ટ્વિટરે ‘Koo’નું એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું
ટ્વિટરે ભારતીય માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Kooનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું છે. ટ્વિટર હેન્ડલ @kooeminence, જે ફિલ્ડ યુઝર ક્વેરી માટે સેટ કરવામાં આવ્યું હતું, એને 16 ડિસેમ્બરે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. કૂના કો-ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટિવ અપ્રમેય રાધાકૃષ્ણએ કહ્યું, “અમને ખબર નથી કે એકાઉન્ટ કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. કોઈ ખુલાસો આપવામાં આવ્યો નથી. તેણે એક ટ્વિટ પણ કર્યું ‘ટ્વિટર પર કુ નું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. કેમ?! કારણ કે અમે ટ્વિટર સાથે સ્પર્ધા કરીએ છીએ? એટલા માટે? માસ્ટોડન પણ આજે બ્લોક કરવામાં આવ્યું હતું. આ કેવી ફ્રી સ્પીચ છે અને આપણે કઈ દુનિયામાં જીવી રહ્યા છીએ? આ બધું શું થઈ રહ્યું છે @elonmusk?

ટ્વિટર ટોપ પર
ટ્વિટરના વિશ્વમાં 22 કરોડ એક્ટિવ યુઝર્સ છે. અમેરિકામાં એના 7.6 કરોડ અને ભારતમાં 2.3 કરોડ યુઝર્સ છે. વિશ્વભરમાં દરરોજ લગભગ 500 મિલિયન ટ્વીટ્સ કરવામાં આવે છે. ટ્વિટરને જુલાઈ 2006માં લોન્ચ કરવામાં આવ્યું હતું. એની સ્થાપના જેક ડોર્સી, નોઆ ગ્લાસ, ઇવાન વિલિયમ્સ અને બિઝ સ્ટોને કરી હતી.

ટ્વિટરે પત્રકારોનાં સસ્પેન્ડ એકાઉન્ટ્સને પણ રી-સ્ટોર કર્યા
ટ્વિટરે ઘણા પત્રકારોનાં એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધા હતા, જેમાં ન્યૂયોર્ક ટાઈમ્સ, વોશિંગ્ટન પોસ્ટ, CNN અને વોઈસ ઓફ અમેરિકાના પત્રકારો સામેલ હતા. માત્ર આટલું જ નહીં, આ પત્રકારોની ટ્વિટર પ્રોફાઇલ અને જૂનાં ટ્વીટ પણ ગાયબ થઈ ગયાં હતાં. મસ્ક દ્વારા પત્રકારોનાં એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં અને આરોપ લગાવ્યો હતો કે તેઓ તેમના પરિવારને જોખમમાં મૂકી રહ્યા છે. જો કે ટિક બાદ કંપનીએ પત્રકારોના સસ્પેન્ડ કરેલાં એકાઉન્ટ્સ ફરીથી રી-સ્ટોર કર્યા હતા.

જ્યારથી મસ્કે ટ્વિટર ખરીદ્યું ત્યારથી કંપનીમાં ઘણા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. કંપનીમાં પ્રથમ મોટે પાયે છટણી કરવામાં આવી હતી. હવે સમાચાર છે કે છટણી દરમિયાન જેન્ડરના આધારે ભેદભાવ કરવામાં આવ્યો છે. મસ્કની કંપનીની બે મહિલા કોર્ટમાં પહોંચી છે. તેમના આરોપ છે કે કંપની એક પછી એક મહિલાઓને નોકરીમાંથી કાઢી રહી છે.

Back to top button