PM મોદી- અમિત શાહની મહેનત સફળ,‘મિશન 2024’નો જાણો માસ્ટર પ્લાન
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે અત્યારસુધીના તમામ રેકોર્ડ તોડીને 156 બેઠકો મેળવી છે. આ જીત પાછળ ગુજરાતમાં ભાજપની ટોચની નેતાગીરીના પ્લાનિંગથી માંડીને મતદાન સમયે પેજપ્રમુખોએ કરેલી મહેનત સુધીનો સૌથી મોટો ફાળો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને તબક્કાના મતદાનના અંતિમ દિવસોમાં જે રીતે પ્રચારની કમાન સંભાળી તેમાં આ જાદુ થયો છે.
આ પણ વાંચો: ગુજરાત ભાજપ ધારાસભ્ય દળની બેઠક માટે આ દિગ્ગ્જ નેતાઓની નિરીક્ષક તરીકે નિમણૂંક કરાઇ
ગુજરાતની દરેક ચૂંટણી પ્રચારની કમાન PM મોદીએ સંભાળી
ઉલ્લેખનીય છે કે 2014માં વડાપ્રધાન બન્યા પહેલા સુધી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. પરંતુ પીએમ બન્યા બાદ પણ તે ગુજરાતની દરેક ચૂંટણી પ્રચારની કમાન ખુદ સંભાળી હતી. વડાપ્રધાન રહ્યા બાદ પણ રાજ્યમાં દરેક ચૂંટણીમાં તે જ ભાજપના કેપ્ટન રહ્યા છે, તેમજ તેમના જોડિદાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગૃહરાજ્યમાં કોઇ કસર છોડવા માંગતા નહતા.
ભૂપેન્દ્ર પટેલે માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડ્યો
ગુજરાતમાં ચૂંટણીની તારીખની જાહેરાત પહેલા જ મોદી અને અમિત શાહે મોરચો સંભાળી લીધો હતો. ઘરની ચૂંટણીમાં બન્ને માટે પ્રતિષ્ઠાની લડાઇ જ નહતી પણ લોકસભા ચૂંટણી પહેલા મોટી પરીક્ષા હતી. બન્ને નેતાઓની મહેનત રંગ લાવી હતી અને પાર્ટીએ ગુજરાતમાં જીતના દરેક રેકોર્ડને તોડીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માત્ર નરેન્દ્રનો જ રેકોર્ડ તોડ્યો નહતો પણ માધવસિંહ સોલંકીનો 1985નો 149 બેઠક જીતવાનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદ: કોંગ્રેસના બે નેતાઓની હાર-જીત પછીનો વીડિયો થયો વાયરલ
ચૂંટણીના પરિણામની ‘મિશન 2024’ પર ઘણી મોટી અસર પડશે
ગુજરાતમાં ભાજપે માત્ર સતત સાતમી વખત જીત જ નથી મેળવી પણ રાજ્યમાં સૌથી મોટી જીતનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. 182 બેઠકમાંથી 156 બેઠક એટલે કે 85 ટકા બેઠક પર કમળ ખિલ્યું છે. 27 વર્ષથી સતત સત્તામાં રહેવા પર એન્ટી-ઇન્કમ્બસીની આશંકા હતી અને ક્યાક ભાજપે પ્રો-ઇન્કમ્બસીમાં બદલ્યુ કે વોટ શેર 50 ટકાની પાર પહોચી ગયો હતો. જોકે, ભાજપને મળેલી આ ઐતિહાસિક અને પ્રચંડ બહુમતનો સ્થાનિક મુદ્દા સાથે કોઇ લેવા દેવા નથી. ગુજરાત ચૂંટણીના પરિણામની ‘મિશન 2024’ પર ઘણી મોટી અસર પડવાની હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ભાજપ હારનો અર્થ હોત ‘મિશન 2024’માં નુકસાન. આ કારણ હતુ કે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પોતાની પુરી તાકાત ગુજરાત ચૂંટણીમાં લગાવી દીધી હતી.
રાજ્યમાં અત્યાર સુધીની સૌથી મોટી જીત મહત્વપૂર્ણ બની
ગુજરાતમાં પીએમ મોદીના જોરદાર પ્રચાર અભિયાનને લઇને ભાજપના નેતાએ કહ્યુ, વડાપ્રધાનનો સ્પષ્ટ મેસેજ હતો કે તે ગુજરાતને વધુ ગૌરવ અપાવવાનું કામ કરી રહ્યા છે અને માટે લોકોને ભાજપને બહુમત આપવો જોઇએ જેનાથી પીએમ મોદીના હાથ વધુ મજબૂત બને. પાર્ટીના એક નેતાએ જણાવ્યુ, મિશન 2024ની ગુજરાતથી શરૂઆત થઇ ગઇ છે, 2022માં ગૃહરાજ્યમાં પ્રચંડ જીતથી 2024 માટે બાકી દેશને પણ મેસેજ જશે. ગુજરાતમાં છેલ્લી સતત બે ચૂંટણીમાં ભાજપની બેઠક ઘટી રહી હતી, માટે રાજ્યમાં અત્યાર સુધીની સૌથી મોટી જીત મહત્વપૂર્ણ બની જાય છે.