ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયાલાઈફસ્ટાઈલવિશેષહેલ્થ

PM મોદીએ 75 હાર્ડ ચેલેન્જથી પ્રખ્યાત અંકિત બયાનપુરિયા સાથે મળીને કર્યું શ્રમદાન

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કર્યું શ્રમદાન
  • PM મોદી સાથે જોડાયા “75 હાર્ડ ચેલેન્જ”થી પ્રખ્યાત અંકિત બયાનપુરિયા

‘એક તારીખ, એક ઘંટા, એક સાથ’ ઝુંબેશ ગાંધી જયંતિની પૂર્વસંધ્યાએ એક મેગા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેને પગલે ફિટનેસ ફ્રિક અને “75 હાર્ડ ચેલેન્જ”થી પ્રખ્યાત થયેલા અંકિત બયાનપુરિયાએ ગાંધી જયંતિના એક દિવસ પહેલા રવિવારે(૧ ઓક્ટોબરે) ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ‘સ્વચ્છતા માટે શ્રમદાન’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

PM મોદી અને અંકિત બયાનપુરિયા
સૌજન્ય: twitter\ANI DIGITAL

સોશિયલ મીડિયા પર PM મોદીએ અંકિત બયાનપુરિયા સાથેનો વિડીયો શેર કર્યો

સોશિયલ મીડિયા પર ફિટનેસ ફ્રિક અંકિત બયાનપુરિયા સાથે તેમનો એક વીડિયો શેર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે, “આજે, જેમ રાષ્ટ્ર સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, અંકિત બયાનપુરિયા અને મેં પણ તે જ કર્યું! માત્ર સ્વચ્છતા ઉપરાંત, અમે ફિટનેસ અને સુખાકારીને પણ મહત્ત્વ આપ્યુ છે. તે સ્વચ્છ અને સ્વસ્થ ભારત માટે છે!”

શેર કરેલા વીડિયોમાં, વડાપ્રધાન મોદી અંકિતને પૂછતા જોવા મળે છે કે, સ્વચ્છતા મિશન તેની ફિટનેસમાં કેવી રીતે મદદ કરશે. જેના જવાબમાં અંકિતે જવાબ આપ્યો, “આપણા સ્વભાવને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી છે. જો તે સ્વચ્છ રહેશે તો આપણે પણ ફિટ રહીશું. અંકિતે એમ પણ કહ્યું કે, સોનીપતના લોકોએ હવે સ્વચ્છતા પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે.

દેશભરમાં લોકપ્રિય થયેલી આ વ્યક્તિ છે કોણ?

સોનીપતના ભૂતપૂર્વ દેશી કુસ્તીબાજ અંકિત બયાનપુરિયા, ફિટનેસ ફ્રિક છે. તેમણે પરંપરાગત અને સ્વદેશી વર્કઆઉટ પદ્ધતિઓના પ્રચાર દ્વારા પ્રસિદ્ધિ મેળવી છે. અંકિતને આ વર્ષની શરૂઆતમાં એક નવી ખ્યાતિ મળી છે. જેમાં તેણે તેના માનસિક મનોબળ અને સ્વ-શિસ્તને વધારવા માટે ડિમાન્ડિંગ “75 હાર્ડ ચેલેન્જ” પૂર્ણ કરી છે. મજૂર માતા-પિતા દ્વારા ઉછેરવામાં આવેલા અંકિતની દોષરહિત વર્કઆઉટ ટેકનિક અને વિશિષ્ટ દિનચર્યાઓ, જે માત્ર શારીરિક સ્વાસ્થ્ય પર જ ધ્યાન કેન્દ્રિત કરતી નથી, પરંતુ ‘ભગવદ્ ગીતા’ જેવા વાંચન સાથે માનસિક સુખાકારીનો પણ સમાવેશ કરે છે. આ વ્યક્તિ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થયો છે. હાલમાં અંકિત તેની  આ હાર્ડ ચેલેન્જમાં ૯૫મા દિવસ સુધી પહોંચી ગયો છે.

આ પણ જુઓ: ગૂજરાત વિદ્યાપીઠમાં રાજ્યપાલનું 1800 વિદ્યાર્થી સાથે સ્વચ્છતા અભિયાન

Back to top button