ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PM મોદીએ 2040 સુધીમાં ચંદ્ર પર માનવીને મોકલવાનું રાખ્યું લક્ષ્યાંક

Text To Speech
  • ISROના ચીફ એસ સોમનાથ પણ બેઠકમાં જોડાયા
  • 2035 સુધીમાં ભારતીય અવકાશ સ્ટેશનની કરાશે સ્થાપ્ના
  • ગગનયાન મિશન 21 ઑક્ટોબરે થશે લોન્ચ

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગગનયાન મિશન પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ISRO ચીફ એસ સોમનાથ પણ બેઠકમાં જોડાયા હતા. આ દરમિયાન ભારતના સ્પેસ મિશન માટે ભાવિ રૂપરેખા તૈયાર કરવા પર ચર્ચા થઈ હતી. તાજેતરના સમયમાં ચંદ્રયાન-3 અને આદિત્ય એલ1 મિશન સહિત ભારતીય અવકાશ પહેલની અન્ય સફળતાઓને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ કેટલીક વિશેષ સૂચનાઓ આપી હતી. તેમણે કહ્યું કે, ભારતે હવે નવા અને મહત્વાકાંક્ષી લક્ષ્યો નક્કી કરવા જોઈએ. તેમણે 2035 સુધીમાં ભારતીય અવકાશ સ્ટેશન સ્થાપવાની વાત કરી અને 2040 સુધીમાં ચંદ્ર પર પ્રથમ ભારતીય મોકલવાનું લક્ષ્ય રાખ્યું. આ લક્ષ્યને હાંસલ કરવા માટે, અવકાશ વિભાગ ચંદ્રની શોધ માટે એક રોડમેપ તૈયાર કરશે.

ગગનયાન મિશન 21 ઑક્ટોબરે થશે લોન્ચ

ગગનયાન મિશનને સફળ બનાવવા માટે ઈસરોના વૈજ્ઞાનિકોની સાથે આર્મી અને એરફોર્સ પણ કામ કરી રહ્યા છે. ગગનયાન માટે મુસાફરોની પસંદગી કરવાની જવાબદારી ભારતીય વાયુસેનાને સોંપાવમાં આવી છે. મહત્વનું છે કે, ISRO 21 ઓક્ટોબરના રોજ સવારે 7 થી 9 વચ્ચે શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી ગગનયાન માટે માનવરહિત ફ્લાઇટ પરીક્ષણ શરૂ કરશે. વડા પ્રધાને ભારતીય વૈજ્ઞાનિકોને આંતરગ્રહીય મિશન તરફ કામ કરવાની પણ અપીલ કરી હતી, જેમાં શુક્ર ઓર્બિટર મિશન અને માર્સ લેન્ડરનો સમાવેશ થાય છે.

ISROએ જણાવ્યું છે કે, 21 ઓક્ટોબરે સવારે 7 થી 9 વાગ્યાની વચ્ચે શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી પરીક્ષણ અવકાશયાન લોન્ચ કરશે. ગગનયાન માનવ અવકાશ ફ્લાઇટ મિશન માટે માનવરહિત ફ્લાઇટ પરીક્ષણો પણ શરૂ કરશે. ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું હતું કે 21 ઓક્ટોબરે ટીવી-ડી1 ટેસ્ટ ફ્લાઈટ બાદ ગગનયાન પ્રોગ્રામ હેઠળ 3 વધુ ટેસ્ટ સ્પેસક્રાફ્ટ મિશન લોન્ચ કરવામાં આવશે.

આ પણ વાંચો: ISRO ગગનયાન મિશનનું પ્રથમ પરીક્ષણ વાહન 21 ઑક્ટોબરે લોન્ચ કરશે

Back to top button