ટોપ ન્યૂઝનેશનલ

PM મોદીએ હિમાચલ પ્રદેશમાં જનસભા સંબોધી વિપક્ષ પર નિશાન સાધ્યું, વંદે ભારત ટ્રેનને આપ્યું ગ્રીન સિગ્નલ

Text To Speech

શિમલાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશની યાત્રાએ છે. PM મોદીએ ચૂંટણી રાજ્ય હિમાચલમાં પણ વંદે ભારત એક્સ્પ્રેસને ગ્રીન સિગ્નલ આપી પ્રારંભ કરાવ્યો હતો. હિમાચલના ઉના રેલ્વે સ્ટેશન વડાપ્રધાન મોદીએ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ બલ્ક ડ્રગ ફાર્મા પાર્કનો શિલાન્યાસ અને ટ્રિપલ આઈટીનું ઓનલાઈન લોકાર્પણ કર્યું હતું. મોદી આ પ્રસંગે જનસભા પણ સંબોધી હતી વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. ગુજરાતની સાથે હિમાચલ પ્રદેશમાં પણ આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે, ત્યારે વડાપ્રધાન મોદી મહિનામાં બીજી વખત હિમાચલ પ્રદેશ પહોંચ્યા છે.

વડાપ્રધાન મોદીએ જનસભા સંબોધી

  • વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા કહ્યું હતુ કે, આઝાદીના આટલા વર્ષો પછી આજ સુધી આવું ક્યારેય બન્યું નથી. આજે દેશની સૌથી આધુનિક ટ્રેન હિમાચલમાં દોડી રહી છે. દિલ્હીમાં બેઠેલા લોકોએ પણ ક્યારેય હિમાચલના હિતોનું ધ્યાન નથી રાખ્યું, જેના કારણે અહીંના નિર્દોષ લોકોને હાલાકી ભોગવવી પડી હતી.
  • મોદીએ કટાક્ષ કરતા કહ્યું કે, અગાઉની સરકારોએ ક્યારેય ખાડાઓ ભરવાનો પ્રયાસ કર્યો નથી, પરંતુ અમે વિકાસની નવી ઇમારતો બનાવી રહ્યા છીએ.જે સુવિધાઓ છેલ્લી સદીમાં લોકો સુધી પહોંચવી જોઈતી હતી તે હવે મળી રહી છે.
  • હિમાચલ પ્રદેશના લોકોના પ્રશ્નો, રસ્તાઓ, પરિવહન અને આરોગ્ય સુવિધાઓના મુદ્દાઓની પણ વાત કરવામાં આવી હતી. મોદીએ કહ્યું કે અગાઉની સરકારોએ ક્યારેય રાજ્યની જનતા જરૂરિયાત સમજી ન હતી.
  • આજે હિમાચલમાં બમણી ઝડપે રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે. દરેક ગામને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપવામાં આવી રહી છે. ગામે-ગામ વીજળી વ્યવસ્થામાં સુધારો કરવામાં આવી રહ્યો છે. ડ્રોન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાન મોકલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સાડા પાંચ કલાકમાં દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હિમાચલમાં દેશની ચોથી વંદે માતરમ એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. આ ટ્રેન અંબ અંદોરાથી નવી દિલ્હી સુધી દોડશે. આ દેશની ચોથી સેમી હાઈ સ્પીડ ટ્રેન છે, જે અંબ અંદોરાથી નવી દિલ્હી વચ્ચે 412 કિમી દોડશે. આ ટ્રેન 21 ઓક્ટોબરથી દિલ્હીથી અંબ અંદોરા રેલવે સ્ટેશન સુધી નિયમિત રીતે દોડશે. આ ટ્રેન બુધવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ ચાલશે.

PM Modi in Himachal
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હિમાચલમાં દેશની ચોથી વંદે માતરમ એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. આ ટ્રેન અંબ અંદોરાથી નવી દિલ્હી સુધી દોડશે. આ દેશની ચોથી સેમી હાઈ સ્પીડ ટ્રેન છે

આ ટ્રેનથી દિલ્હીથી ઉના વચ્ચેનું અંતર લગભગ સાડા પાંચ કલાકમાં પુરું કરશે. દિલ્હીથી ટ્રેનનો ઉપડવાનો સમય સવારે 5:30 કલાકનો રહેશે અને જે 11:05 કલાકે અંબ અંદોરા પહોંચશે. અંબ-અંદોરાથી નવી દિલ્હી માટે ઉના, ચંદીગઢ અને અંબાલા ખાતે 2 મિનિટનો હોલ્ટ હશે, જ્યારે નાંગલ ડેમ રેલવે સ્ટેશન પર 10 મિનિટ પાણી આપવા માટે ઓપરેશનલ હોલ્ટ રહેશે.

આ ટ્રેનની વિશેષતાઓ
વંદે ભારત દેશની પ્રથમ સેમી હાઇ સ્પીડ ટ્રેન છે. એની રેક ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી ચેન્નઈમાં તૈયાર કરવામાં આવ્યા છે. લગભગ 18 કોચની આ ટ્રેન આધુનિક સુવિધાઓથી સજ્જ છે. એમાં ફોટો કૌટિલિક અલ્ટ્રા એર પ્યુરિફાયર સિસ્ટમ છે, જે ચંદીગઢ સ્થિત GRDOની લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવ્યા છે. એમાં ઓટોમેટિક ફાયર સેન્સર પણ લગાવવામાં આવ્યા છે. સુરક્ષાના દૃષ્ટિકોણથી, વંદે ભારતમાં CCTV લગાવવામાં આવ્યા છે અને તેમાં WIFIની સુવિધા પણ ઉપલબ્ધ થશે.

Vande Bharat Train
અંબ અંદોરાથી નવી દિલ્હી વચ્ચે 412 કિમી દોડશે. આ ટ્રેન 21 ઓક્ટોબરથી દિલ્હીથી અંબ અંદોરા રેલવે સ્ટેશન સુધી નિયમિત રીતે દોડશે. આ ટ્રેન બુધવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ ચાલશે.

ઉના-હમીરપુર રેલવેલાઇનનો શિલાન્યાસ 
PM મોદી ઉનાના હરોલી ખાતે 1,923 કરોડના ખર્ચે નિર્માણ થનારા બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ પણ કર્યો. તેઓએ ઉના-હમીરપુર રેલવેલાઇનનો શિલાન્યાસ પણ કર્યો. આ ઉપરાંત 128 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીનું ઉદઘાટન પણ કર્યું.

PM Modi in Himachal
વડાપ્રધાન મોદીએ બલ્ક ડ્રગ ફાર્મા પાર્કનો શિલાન્યાસ અને ટ્રિપલ આઈટીનું ઓનલાઈન લોકાર્પણ કર્યું હતું.

કેન્દ્રીય મંત્રીએ ઉના રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ગતરોજ ઉના રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સ્ટેશન પર તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. અંબાલા રેલવે વિભાગ ડીઆરએમ મનદીપસિંહ ભાટિયા અને આઉટગોઇંગ ડીઆરએમ જીએમ સિંઘ પણ રોકાયા હતા. આ દરમિયાન મંત્રીએ રેલવે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

કેન્દ્રીય રેલવેમંત્રી ઉના સ્ટેશન પર 15 મિનિટ રોકાયા હતા. આ પછી સ્પેશિયલ ટ્રેનમાં પંજાબ જવા રવાના થયા. આ પહેલાં ડીઆરએમ મનદીપસિંહ ભાટિયા સ્ટેશનમાં તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.

Back to top button