અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મવીડિયો સ્ટોરી

Video : અમદાવાદમાં કાર્યકર સુવર્ણ મહોત્સવને PM મોદીએ સંબોધિત કર્યો

અમદાવાદ, 7 ડિસેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે અમદાવાદમાં આયોજિત કાર્યકર સુવર્ણ મહોત્સવને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે પરમ પૂજ્ય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ, પૂજ્ય સંતો અને સત્સંગી પરિવારના સભ્યો તથા અન્ય મહાનુભાવો અને પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકર સુવર્ણ મહોત્સવ પ્રસંગે ભગવાન સ્વામી નારાયણના ચરણોમાં નમન કર્યા હતા અને જણાવ્યું હતું કે આજે પ્રમુખ સ્વામી મહારાજની 103મી જન્મજયંતી પણ છે. તેમણે ઉમેર્યું હતું કે, પરમ પૂજ્ય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની મહેનત અને સમર્પણથી આજે ભગવાન સ્વામી નારાયણના ઉપદેશો, પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પો ફળીભૂત થઈ રહ્યા છે. યુવાનો અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે આશરે એક લાખ કાર્યકરો સહિત આવા વિશાળ કાર્યક્રમને નિહાળીને શ્રી મોદીએ આનંદ વ્યક્ત કર્યો હતો અને ઉમેર્યું હતું કે, તેઓ આ કાર્યક્રમના સ્થળે શારીરિક રીતે હાજર ન હોવા છતાં આ કાર્યક્રમની ઊર્જાનો અનુભવ કરી શકે છે. તેમણે પરમ પૂજ્ય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ, તમામ સંતોને આ ભવ્ય દિવ્ય કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા.

50 વર્ષની સેવાની સફરમાં કાર્યકર સુવર્ણ મહોત્સવ મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે એ બાબત પર ભાર મૂકીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, 50 વર્ષ અગાઉ સ્વયંસેવકોની નોંધણી કરવાની અને તેમને સેવાકાર્ય સાથે જોડવાની પ્રક્રિયા શરૂ થઈ હતી, જે તેમણે કહ્યું હતું કે, આ એક નવીન પહેલ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, બીએપીએસનાં લાખો કાર્યકરો સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે સેવામાં જોડાયેલાં છે એ જોઈને આનંદ થાય છે. આ સંસ્થા માટે એક મોટી ઉપલબ્ધિ તરીકે બિરદાવતાં શ્રી મોદીએ બીએપીએસને અભિનંદન આપ્યાં હતાં અને શુભેચ્છા પાઠવી હતી.

બીએપીએસનું કાર્ય દુનિયામાં ભારતની સંભવિતતા અને પ્રભાવને મજબૂત કરી રહ્યું છે એ બાબતનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, વિશ્વનાં 28 દેશોમાં ભગવાન સ્વામી નારાયણનાં 1800 મંદિરો અને સમગ્ર વિશ્વમાં 21,000થી વધારે આધ્યાત્મિક કેન્દ્રો છે. તેમણે ઉમેર્યું હતું કે, તેઓ તમામ કેન્દ્રોમાં સેવાઓનાં બહુવિધ પ્રોજેક્ટ હાથ ધરી રહ્યાં છે અને આ બાબત ભારતની આધ્યાત્મિક વિરાસત અને ઓળખ તરીકે દુનિયાને સાક્ષી પૂરે છે.

બીએપીએસ મંદિરો ભારતનું સાંસ્કૃતિક પ્રતિબિંબ હોવાનું જણાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આ મંદિરો વિશ્વની સૌથી જૂની જીવંત સંસ્કૃતિનાં કેન્દ્રો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, થોડાં મહિના અગાઉ અબુ ધાબીમાં ભગવાન સ્વામી નારાયણ મંદિરનાં પવિત્ર સમારંભમાં સહભાગી થવાનું સૌભાગ્ય તેમને મળ્યું હતું અને તેની દુનિયાભરમાં ચર્ચા થઈ હતી. તેમણે ઉમેર્યું હતું કે, સમગ્ર વિશ્વ ભારતની આધ્યાત્મિક વિરાસત અને સાંસ્કૃતિક વિવિધતાનું સાક્ષી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોંધ્યું હતું કે, આ પ્રકારનાં પ્રયાસો મારફતે દુનિયાને ભારતનાં સાંસ્કૃતિક ગૌરવ અને માનવીય ઉદારતાની જાણકારી મળી હતી તથા તેમણે બીએપીએસનાં તમામ કાર્યકરોને તેમનાં પ્રયાસો બદલ અભિનંદન આપ્યાં હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતનાં યુવાનો જાન્યુઆરી, 2025માં આયોજિત ‘વિકસિત ભારત યુવા નેતાઓનાં સંવાદ’ દરમિયાન વિકસિત ભારતનાં સંકલ્પને પૂર્ણ કરવા માટે પોતાનાં વિચારો રજૂ કરશે અને તેમનાં પ્રદાનની રૂપરેખા તૈયાર કરશે. તેમણે તમામ યુવાન કાર્યકરોને તેમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચો :- યુરોપ પ્રવાસમાં એક ભારતીયને થયો અલગ જ અનુભવ, તેણે શેર કર્યો પોતાના ટોઇલેટ ટિપનો વીડિયો

Back to top button