ટ્રેન્ડિંગનેશનલ

PM મોદીએ ‘મન કી બાત’માં દેશવાસીઓને સંબોધ્યા, કહ્યું-મિશન ચંદ્રયાન મહિલા શક્તિનું જીવંત ઉદાહરણ, હવે G20 સમિટ માટે ભારત તૈયાર

  • આજે ‘મન કી બાત’માં PM મોદીએ દેશવાસીઓને સંબોધિત કર્યા
  • ચંદ્રયાન-3ની સફળતામાં મહિલાઓ અને દીકરીઓનું મહત્વનું યોગદાન

PM મોદી આજે ‘મન કી બાત’ કાર્યક્રમ હેઠળ સમગ્ર દેશવાસીઓને સંબોધિત કર્યા છે. દર મહિનાના અંતિમ રવિવારે મન કી બાત કાર્યક્રમ યોજાય છે. ત્યારે આજે પણ તેમણે’મન કી બાત’ કાર્યક્રમ હેઠળ સમગ્ર દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. જેમાં તેમણે ચંદ્રયાન મિશનના ભરપૂર વખાણ કર્યા અને કહ્યું કે,23 ઓગસ્ટે ભારત અને ભારતના ચંદ્રયાન એ સાબિત કર્યું છે કે, સંકલ્પના કેટલાક સૂર્યો ચંદ્ર પર પણ ઉગે છે. મિશન ચંદ્રયાન નવા ભારતની ભાવનાનું પ્રતિક બની ગયું છે, જે કોઈપણ પરિસ્થિતિમાં જીતવા માંગે છે અને કોઈપણ પરિસ્થિતિમાં કેવી રીતે જીતવું તે પણ જાણે છે.

મિશન ચંદ્રયાન મહિલા શક્તિનું જીવંત ઉદાહરણ
PM મોદીએ કહ્યું કે, ભારતનું મિશન ચંદ્રયાન પણ મહિલા શક્તિનું જીવંત ઉદાહરણ છે. આ સમગ્ર મિશનમાં ઘણી મહિલા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો સીધી રીતે સામેલ થઈ છે. તેમણે પ્રોજેક્ટ ડાયરેક્ટર, વિવિધ સિસ્ટમના પ્રોજેક્ટર મેનેજર જેવી ઘણી મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. ભારતની દીકરીઓ હવે અનંત ગણાતી જગ્યાને પણ પડકારી રહી છે. વધુમાં તેમણે કહ્યું કે, આજે આપણે ચંદ્ર પર પહોંચી શક્યા કારણ કે, આજે આપણા સપના મોટા છે અને આપણા પ્રયત્નો પણ મોટા છે. ચંદ્રયાન-3ની સફળતામાં આપણા વૈજ્ઞાનિકોની સાથે અન્ય ક્ષેત્રોએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. ઘણા દેશવાસીઓએ તમામ ભાગો અને તકનીકી આવશ્યકતાઓને પૂર્ણ કરવામાં યોગદાન આપ્યું છે. જ્યારે બધાના પ્રયત્નો લાગ્યા તો સફળતા પણ મળી. ચંદ્રયાન-3ની આ સૌથી મોટી સફળતા છે.

G20 સમિટ માટે ભારત તૈયાર
PM મોદીએ કહ્યું કે, સપ્ટેમ્બર મહિનો ભારતની ક્ષમતાનો સાક્ષી બનવા જઈ રહ્યો છે. ભારત આવતા મહિને યોજાનારી G20 લીડર્સ સમિટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જી-20 સમિટના ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી હશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે 40 દેશોના પ્રમુખો અને અનેક વૈશ્વિક સંસ્થાઓ રાજધાની દિલ્હી આવી રહી છે. જી-20 સમિટના ઈતિહાસમાં આ સૌથી મોટી ભાગીદારી હશે. તેની અધ્યક્ષતા દરમિયાન ભારતે G-20ને વધુ સમાવેશી પ્લેટફોર્મ બનાવ્યું છે. ભારતના આમંત્રણ પર જ આફ્રિકન યુનિયન પણ G-20માં સામેલ થયું અને આફ્રિકાના લોકોનો અવાજ વિશ્વના આ મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સુધી પહોંચ્યો છે.વધુમાં તેમણે કહ્યું કે,ચીનમાં આયોજિત વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું, થોડા દિવસો પહેલા ચીનમાં વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ યોજાઈ હતી. આ વખતે ભારતે આ ગેમ્સમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. અમારા ખેલાડીઓએ કુલ 26 મેડલ જીત્યા છે. જેમાંથી 11 ગોલ્ડ મેડલ હતા. તમને જાણીને આનંદ થશે કે જો તમે 1959 થી આયોજિત વિશ્વ યુનિવર્સિટી ગેમ્સમાં જીતેલા તમામ મેડલને ઉમેરી દો તો પણ આ સંખ્યા માત્ર 18 પર પહોંચે છે.

લોકો હવે સંસ્કૃત ભાષા તરફ આકર્ષિત થઈ રહ્યા છે
ભારતનું કેટલું પ્રાચીન જ્ઞાન હજારો વર્ષોથી સંસ્કૃત ભાષામાં સચવાયેલું છે. યોગ, આયુર્વેદ અને ફિલોસોફી જેવા વિષયો પર સંશોધન કરતા લોકો હવે વધુ ને વધુ સંસ્કૃત શીખી રહ્યા છે. ઘણી સંસ્થાઓ પણ આ દિશામાં ખૂબ સારું કામ કરી રહી છે. ‘સંસ્કૃત ભારતી’ લોકોને સંસ્કૃત શીખવવાનું અભિયાન ચલાવે છે. આમાં તમે 10 દિવસની ‘સંસ્કૃત વાર્તાલાપ શિબિર’માં ભાગ લઈ શકો છો.

તિરંગા સાથે સેલ્ફી પોસ્ટ કરવાનો રેકોર્ડ બનાવ્યો
આ વખતે 15 ઓગસ્ટે દેશે ‘સબકા પ્રયાસ’ની શક્તિ જોઈ. પીએમ મોદીએ કહ્યું કે, તમામ દેશવાસીઓના પ્રયાસોએ ‘હર ઘર તિરંગા અભિયાન’ને વાસ્તવમાં ‘હર મન તિરંગા અભિયાન’ બનાવ્યું. આ વખતે દેશવાસીઓએ તિરંગા સાથે સેલ્ફી પોસ્ટ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. 1.5 લાખ પોસ્ટ ઓફિસ દ્વારા લગભગ 1.5 કરોડ તિરંગાનું વેચાણ થયું હતું. તેના કારણે આપણા કામદારો, વણકરોએ અને ખાસ કરીને મહિલાઓએ પણ કરોડો રૂપિયાની કમાણી કરી છે. આ વખતે દેશવાસીઓએ તિરંગા સાથે સેલ્ફી પોસ્ટ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ગયા વર્ષે 15 ઓગસ્ટ સુધી લગભગ 5 કરોડ દેશવાસીઓએ તિરંગા સાથે સેલ્ફી પોસ્ટ કરી હતી, પરંતુ આ વર્ષે આ સંખ્યા 10 કરોડને પાર કરી ગઈ છે.

29 ઓગસ્ટે તેલુગુ દિવસની ઉજવણી કરવામાં આવશે
સંસ્કૃત ભાષાના મહત્વને વર્ણવતા પીએમ મોદીએ કહ્યું, સંસ્કૃત વિશ્વની સૌથી પ્રાચીન ભાષાઓમાંની એક છે. તેને ઘણી આધુનિક ભાષાઓની માતા પણ કહેવામાં આવે છે. આજે લોકોમાં સંસ્કૃત પ્રત્યે જાગૃતિ અને ગર્વ વધ્યો છે. દેશે પણ પાછલા વર્ષોમાં વિશેષ યોગદાન આપ્યું છે. આપણી માતૃભાષા આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા સાથે જોડવાનું ખૂબ જ શક્તિશાળી માધ્યમ છે. તેવી જ રીતે ભારતની બીજી માતૃભાષા છે, તેલુગુ ભાષા. 29 ઓગસ્ટે તેલુગુ દિવસની ઉજવણી કરવામાં આવશે. તેલુગુ દિવસની આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન.

આ પણ વાંચો : ‘ચંદ્રયાન-3ના તમામ પેલોડ્સ યોગ્ય રીતે કામ કરી રહ્યા છે’, ISROએ ચંદ્રનું અપડેટ આપ્યું

Back to top button