PM મોદીએ શ્રીનગરમાં જંગી સભાને કર્યું સંબોધન, કાશ્મીરીઓમાં પણ ઉત્સાહનો માહોલ
- જમ્મુ અને કાશ્મીર માત્ર એક ક્ષેત્ર નથી પરંતુ દેશના વિકાસ અને સન્માનનું પ્રતીક છે: PM
શ્રીનગર, 7 માર્ચ: આર્ટીકલ 370 હટાવ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદી શ્રીનગરની મુલાકાતે ગયા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગર ખાતે આવેલી શંકરાચાર્ય હિલના દર્શન કર્યા હતા. જેની PM મોદીએ કેટલીક તસવીરો શેર કરી છે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બક્ષી સ્ટેડિયમ ખાતે એક વિશાળ જનસભાને પણ સંબોધિત કરી હતી. જ્યાં ખૂબ વિશાળ સંખ્યામાં કાશ્મીરના લોકો પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, “હું જમ્મુ-કાશ્મીરના લોકોનો આભારી છું. હું તમારું દિલ જીતવામાં સફળ રહ્યો છું, આ માટેના પ્રયાસો હજુ પણ ચાલુ છે. કારણ કે આ મોદીની ગેરંટી છે અને મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી કરવાની ગેરંટી. જમ્મુ અને કાશ્મીર માત્ર એક ક્ષેત્ર નથી પરંતુ દેશના વિકાસ અને સન્માનનું પ્રતીક છે.”
Elated to be amongst the wonderful people of Srinagar. Numerous projects are being dedicated today which will boost development of Jammu and Kashmir.https://t.co/40hkb6QuFe
— Narendra Modi (@narendramodi) March 7, 2024
થોડા સમય પહેલા હું જમ્મુ આવ્યો હતો. ત્યાં મેં જમ્મુ-કાશ્મીરમાં 32 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ શરૂ કર્યા. ઉપરાંત, મને આટલા ઓછા સમયમાં તમને બધાને મળવાની તક મળી. આજે મને અહીં પર્યટન અને વિકાસ સાથે જોડાયેલી અનેક યોજનાઓનો શિલાન્યાસ કરવાનો લહાવો મળ્યો.
No Stone Pelting, No Terrorist Attacks, No Kashmir Bandh.
Just Kashmiris gathering in Srinagar’s Bakshi Stadium to listen to PM Modi! pic.twitter.com/e8cuK8y3Wt
— BALA (Modi Ka Parivar) (@erbmjha) March 7, 2024
PM નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં શું કહ્યું?
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “જમ્મુ અને કાશ્મીર માત્ર એક ક્ષેત્ર નથી પરંતુ ભારતનું મસ્તક અને ઉંચુ થયેલું માથું છે જે વિકાસ અને સન્માનનું પ્રતીક છે. એક સમય એવો હતો જ્યારે દેશમાં કાયદા લાગુ કરવામાં આવતા હતા પરંતુ જમ્મુ-કાશ્મીરમાં તેનો અમલ થતો નહોતો.” જે બાદ પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરમાં એક પછી એક ઘણા પ્રોજેક્ટ લાવવાની વાત કરતાં કહ્યું કે, “સરકારે આવા 40થી વધુ સ્થળોની ઓળખ કરી છે જેને આગામી બે વર્ષમાં પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવામાં આવશે તેમજ આજે ‘અપના દેશ પીપલ્સ ચોઇસ અભિયાન’ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ એક અનોખી ઝુંબેશ છે, જેમાં લોકો ઓનલાઈન જઈને જણાવશે કે આ ફરવા માટેનું સ્થળ છે. સરકાર તેને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવશે. પ્રવાસી ભારતીયોને મારી વિનંતી છે કે તમે ડૉલર કે પાઉન્ડ લાવો કે ન લાવો, પરંતુ તમને ચલો ઈન્ડિયા વેબસાઈટ દ્વારા ભારત આવવાની પ્રેરણા મળવી જોઈએ. જમ્મુ-કાશ્મીરના લોકોને આ યોજનાઓનો લાભ મળવો જોઈએ.”
#WATCH | J&K LG Manoj Sinha says “On behalf of the people of Jammu and Kashmir, I welcome PM Modi in Srinagar. In the last 10 years, the development of J&K has been PM Modi’s priority. Today, J&K is shining with pride. For the last 3 decades, the valley of Kashmir was bled to… pic.twitter.com/7o9wYKLkgQ
— ANI (@ANI) March 7, 2024
જમ્મુ-કાશ્મીર પર્યટન ક્ષેત્રે અનેક રેકોર્ડ તોડી રહ્યું છે
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, આ વિસ્તાર ફિલ્મોના શૂટિંગ માટે પ્રખ્યાત રહ્યો છે. એ જ રીતે, મારો બીજો ઉદ્દેશ્ય છે. ભારતમાં લગ્ન કરો. મેડ ઇન ઈન્ડિયા(Made In India). તમે વિદેશ જાઓ અને કરોડો ખર્ચો. તમે જમ્મુ-કાશ્મીરમાં લગ્નની બારાત લઈને આવો. ભરપૂર ખર્ચ કરો. હું તે અભિયાનને પણ પ્રોત્સાહન આપી રહ્યો છું. જ્યારે ઈરાદા સારા હોય અને સંકલ્પ પૂરો કરવાનો જુસ્સો હોય તો પરિણામ પણ મળે છે. દુનિયાએ જોયું કે કેવી રીતે જમ્મુ અને કાશ્મીરમાં G20નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. માત્ર 2023માં જ જમ્મુ-કાશ્મીરમાં 2 કરોડથી વધુ પ્રવાસીઓ આવ્યા છે. છેલ્લા 10 વર્ષમાં વૈષ્ણોદેવી, અમરનાથમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. હવે મોટા સ્ટાર્સ, સેલિબ્રિટીઓ અને મહેમાનો કાશ્મીરની મુલાકાત લીધા વગર જતા નથી. જમ્મુ-કાશ્મીરના કેસર, ચેરી, ડ્રાયફ્રૂટ્સ અને સેવ પોતાનામાં મોટી બ્રાન્ડ છે. કૃષિ વિકાસ કાર્યક્રમ આગામી 5 વર્ષમાં જમ્મુ અને કાશ્મીરના કૃષિ ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિકાસ લાવશે. ખાસ કરીને બાગાયત અને પશુધનના વિકાસમાં તે ખૂબ મદદરૂપ થશે.
VIDEO | PM Modi visits an exhibition, showcasing local products of Jammu and Kashmir, in #Srinagar.
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/rjMP9RpxHs
— Press Trust of India (@PTI_News) March 7, 2024
જમ્મુ અને કાશ્મીરમાં કોલેજો અને હોસ્પિટલો થઈ રહ્યું છે નિર્માણ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, AIIMS, મેડિકલ કોલેજ, કેન્સર હોસ્પિટલ, IIT જેવી સંસ્થાઓ બનાવવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં બે વંદે ભારત ટ્રેન દોડી રહી છે. કનેક્ટિવિટીના વિસ્તરણને કારણે જમ્મુ અને કાશ્મીરમાં આર્થિક ગતિવિધિઓ તેજ થઈ છે. જમ્મુ અને શ્રીનગરને સ્માર્ટ સિટી બનાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર સમગ્ર વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. જ્યારે પણ હું મારા મન કી બાત કાર્યક્રમમાં જમ્મુ અને કાશ્મીરની સિદ્ધિઓ વિશે કંઈક કહેવાની તક લઉં છું. હું હંમેશા મન કી બાતમાં અહીં હસ્તકલા અને કારીગરી વિશે વાત કરું છું. અહીંના તળાવોમાં દરેક જગ્યાએ કમળ જોવા મળે છે. 50 વર્ષ પહેલા બનેલા ક્રિકેટ એસોસિએશનના લોકોમાં કમળ પણ સામેલ છે. કુદરતની નિશાની છે કે ભાજપનું પ્રતીક પણ કમળ છે.
મહાશિવરાત્રી અને ઈદની શુભકામનાઓ આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાશિવરાત્રી અને ઈદની શુભકામનાઓ આપતા કહ્યું કે, દેશના ખૂણે-ખૂણેથી લોકો કહી રહ્યા છે કે હું મોદીનો પરિવાર છું. હું જમ્મુ-કાશ્મીરને મારો પરિવાર માનું છું અને જમ્મુ-કાશ્મીરના લોકો મને તેમનો પરિવાર માને છે. જમ્મુ-કાશ્મીરનો આગામી 5 વર્ષમાં વધુ ઝડપથી વિકાસ થશે. શાંતિ અને ઈબાદતનો મહિનો રમઝાન થોડા દિવસોમાં શરૂ થવા જઈ રહ્યો છે. હું જમ્મુ અને કાશ્મીરની ધરતી તરફથી આ પવિત્ર મહિનાની અગાઉથી શુભેચ્છા પાઠવું છું. મારી ઈચ્છા છે કે રમઝાન માસથી દરેકને શાંતિ અને સૌહાર્દનો સંદેશ મળે. આ ભૂમિ આદિ શંકરાચાર્યની ભૂમિ છે. આવતીકાલે મહાશિવરાત્રી છે. હું તમને અને દેશવાસીઓનેને મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.
આ પણ જુઓ: શું ડ્રાઈવર વગર ચાલશે મેટ્રો? દેશની પ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રોનું બેંગલુરુમાં પરીક્ષણ શરૂ