ગુજરાતટોપ ન્યૂઝ

PM મોદી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ

Text To Speech

પીએમ મોદી આજે અને આવતીકાલ એમ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. PM મોદી આજે બપોરે અમદાવાદ આવી પહોંચશે. તેઓ એરપોર્ટથી સીધા રાજભવન જશે. સાંજે રિવરફ્રન્ટ પર યોજાનારા ખાદી ઉત્સવમાં હાજરી આપશે. અને ત્યારબાદ મનપાએ તૈયાર કરેલ ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે. ત્યારબાદ ગાંધીનગરમાં રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ આવતીકાલે તેઓ ભૂજ ખાતે સ્મૃતિવન મેમોરિયલનું લોકાર્પણ કરશે. સાથે જ તેઓ ભૂજ ખાતે સભા સંબોધિત કરશે. જ્યારે સાંજે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ભારતમાં સુઝુકીના 40 વર્ષના કાર્યક્રમમાં હાજરી આપશે.

પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ

27 ઓગસ્ટ

  • આજ રોજ બપોરના સમયે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન
  • અમદાવાદ એરપોર્ટથી સીધા રાજભવન જવા રવાના
  • અમદાવાદ ખાતે સાંજે 7.30 કલાકે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘ખાદી ઉત્સવ’ કાર્યક્રમમાં હાજરી આપશે
  • કાર્યકમ પૂર્ણ કર્યા બાદ રાજભવનમાં રાત્રી રોકાણ

28 ઓગસ્ટ

  • રાજભવનથી સવારે 8.40 કલાકે ગાંધીનગર સચિવાલય હેલિપેડ જવા રવાના
  • કચ્છના ભુજ ખાતે સવારે 10 કલાકે ‘સ્મૃતિ વન મેમોરિયલ’નું લોકાર્પણ
  • સવારે 11:30 કલાકે શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર જાહેર કાર્યક્રમમાં સંબોધન
  • ભુજ ખાતે વિવિધ વિકાસના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત
  • કચ્છથી બપોરે 1 વાગ્યા બાદ ગાંધીનગર આવવા રવાના
  • 1.30 કલાકથી રાજભવન ખાતે રોકાણ
  • ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે સાંજે 5.30 કલાકે ‘ભારતમાં સુઝુકીની ૪૦ વર્ષ’ની સ્મૃતિમાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે
  • રવિવારે સાંજે 6.40 અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના
Back to top button