સાત વર્ષ પહેલાની રામ સ્તુતિ PMને આવી પસંદ, કોણ છે 17 વર્ષની સિંગર?
- સૂર્યગાયત્રીની આ સ્તુતિ 7 વર્ષ પહેલા યુટ્યુબ પર શેર કરવામાં આવી હતી, એટલે કે તે સમયે તેની ઉંમર માંડ 10 વર્ષની હશે. સૂર્યગાયત્રીએ નાની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું.
અયોધ્યા, 11 જાન્યુઆરીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોશિયલ મીડિયા પર એક રામ સ્તુતિ શેર કરી હતી. આ સ્તુતિને કેરળની 17 વર્ષની ક્લાસિકલ સિંગર સૂર્યગાયત્રીએ ગાયું છે. ખાસ વાત એ છે કે સૂર્યગાયત્રીની આ સ્તુતિ 7 વર્ષ પહેલા યુટ્યુબ પર શેર કરવામાં આવી હતી, એટલે કે તે સમયે તેની ઉંમર માંડ 10 વર્ષની હશે. સૂર્યગાયત્રીએ નાની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું.
आज जब अयोध्या धाम में श्री राम लला की अगवानी को लेकर हर ओर आनंद का वातावरण है, ऐसे में सूर्यगायत्री जी की यह स्तुति हर किसी को भक्ति-भाव से भर देने वाली है। #ShriRamBhajan https://t.co/Ysmn2ocNAP
— Narendra Modi (@narendramodi) January 11, 2024
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે, ત્યારે પીએમ મોદી આ પહેલા સોશિયલ મીડિયા પર વિવિધ ગાયકોના રામ ભજનો સતત શેર કરી રહ્યા છે. હવે પીએમ મોદીએ સૂર્યગાયત્રી દ્વારા ગાયેલી રામ ભગવાનની સ્તુતિને શેર કરી છે. પીએમ મોદીએ તેને શેર કરતા લખ્યું છે, આજે જ્યારે અયોધ્યા ધામમાં શ્રી રામ લલ્લાના સ્વાગતને લઈને સર્વત્ર આનંદનો માહોલ છે, ત્યારે સૂર્યગાયત્રીજીની આ સ્તુતિ ભક્તિ ભાવથી ભરી દેનારી છે.
વડાપ્રધાને જે ભજનની વાત કરી છે તે ઓરિજિનલ વીડિયો જૂઓ અહીં
કોણ છે સૂર્યગાયત્રી ?
સૂર્યગાયત્રી કેરળની શાસ્ત્રીય ગાયિકા છે. યુટ્યુબ પર બનેલા પેજ મુજબ તેની ઉંમર 17 વર્ષ છે. સૂર્યગયાત્રીનું પેજ www.sooryagayathri.in પણ અસ્તિત્વમાં છે. આ મુજબ, સૂર્યગાયત્રી કર્ણાટકના પ્રખ્યાત ગાયક કુલદીપ એમ પઈની આધ્યાત્મિક સંગીત શ્રેણી ‘વંદે ગુરુ પરંપરામ’માં પણ જોવા મળી હતી. તેને દેશ અને દુનિયામાં ખૂબ પસંદ કરવામાં આવી હતી.
સૂર્યગાયત્રી ઉત્તર કેરળના વડકારાના પુરમેરી ગામની રહેવાસી છે. કુલદીપ એમ પઈ સંગીત અને આધ્યાત્મિક રીતે સૂર્યગાયત્રીના ગુરુ છે. તેમના માર્ગદર્શન હેઠળ સૂર્યગાયત્રી એક ઉત્તમ ગાયિકા બની છે. તેમના પિતા અનિલ કુમાર કેરળના મૃદંગમ કલાકાર છે અને તેમની માતા દિવ્યા કવિયત્રિ છે.
પીએમ મોદીએ આ પહેલા પણ ઘણા વીડિયો કર્યા છે શેર
જેમ જેમ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ રામલલા પ્રત્યે લોકોનો ઉત્સાહ પણ વધી રહ્યો છે. સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ રામ મંદિરને લગતી પોસ્ટ જોવા મળી રહી છે . આ બધાની વચ્ચે પીએમ મોદીએ રામ ભજન ગાતા ઘણા ગાયકોના વીડિયો પણ શેર કર્યા છે અને તે લાખો કરોડો વખત જોવાયા઼ છે.
આ પણ વાંચોઃ વાઇરલ વીડિયો : અવકાશમાંથી સમુદ્રનો નજારો જોઈને દંગ રહી જશો!