PM Kisan Scheme 18th Instalment, 3 ઓકટોબર: ખેડૂતો માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર અનેક યોજનાઓ ચલાવે છે. જેનો લાભ લઈને અનેક ધરતીપુત્રો ધનના ઢગલામાં પણ આળોટવા લાગ્યા છે. નાના અને સીમાંત ખેડૂતોની મદદ માટે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે. આ યોજનામાં ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા કરવામાં આવે છે. પીએમ કિસાન સ્કીમનો 18મો હપ્તો 5 ઓક્ટોબર, 2024ના રોજ આવશે. આ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ સાથે મુલાકાત કરશે. આશરે 9.5 કરોડ ખેડૂત લાભાર્થીને તેનો લાભ મળશે.
લાભાર્થી ખેડૂતના ખાતામાં હપ્તાની રકમ જમા થશે કે નહીં આ રીતે ચેક કરો
- ખેડૂતો, તમારા ખાતામાં આ હપ્તાની રકમ જમા થશે કે નહીં તે જાણવા માંગતા હો તો આ રીતે ચેક કરી શકાય છે.
- સૌ પ્રથમ આ યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.
- અહીંયા તમને Know Your Status ઓપ્શન જોવા મળશે. જેના પર ક્લિક કરો.
- આ પછી તમારે રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવો પડશે. જો આ નંબર ન હોય તો Know Your Registration પર ક્લિક કરીને જાણી લો અને બાદમાં રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો.
- કેપ્ચા કોડ ભર્યા બાદ ગેટ ડિટેલ બટન જોવા મળશે, જેના પર ક્લિક કરવું પડશે.
- આ બટન પર ક્લિક કર્યા બાદ તમારી સ્ક્રીન પર સ્ટેટસ જોવા મળશે.
- જેના પરથી તમને હપ્તાનો લાભ મળશે કે નહીં તે જાણી શકાશે.
આ પણ જૂઓ: મધ્યમ વર્ગને મળી શકે છે મોટી રાહત, આ વસ્તુ અને સેવાઓ ઉપર GST ઘટાડવા વિચારણા