ખેડૂતો આનંદોઃ PM મોદી આજે ખેડૂતોને આપશે ભેટ
મોદી સરકાર તેની આઠમી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે, તો આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખેડૂતોને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. PM મોદી બટન દબાવશે અને 10 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 21,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં આયોજિત ગરીબ કલ્યાણ સંમેલનમાં 11 વાગ્યે PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળના 11મા હપ્તાની રકમ પ્રધાનમંત્રી ટ્રાન્સફર કરશે.
PM કિસાનનો 11મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થશે
PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 11મા હપ્તાની રકમ ટ્રાન્સફર કરવા સાથે, પ્રધાનમંત્રી આ પ્રસંગે PM-KISAN યોજનાના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે. તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં ખેડૂતોના બેંક ખાતામાં 1.80 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ખુદ પીએમ મોદીએ પણ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા આયોજિત થનારા આ કાર્યક્રમની માહિતી શેર કરી છે.
PM કિસાન યોજના શું છે?
PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, યોગ્યતા ધરાવતા ખેડૂત પરિવારોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ હપ્તા દર ચાર મહિને આવે છે એટલે કે વર્ષમાં ત્રણ વાર, 2000-2000 રૂપિયા યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. કેન્દ્ર સરકાર આ નાણાં સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે. અત્યાર સુધીમાં દરેક ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાના 10 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 1 જાન્યુઆરી, 2022ના રોજ ખેડૂતોના બેંક ખાતામાં 10મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ પૈસા સીધા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. અત્યાર સુધીમાં, સરકારે આ યોજના હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં 1.8 લાખ કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી છે.
મોદી સરકારને 8 વર્ષ પૂર્ણ
મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર શિમલામાં આયોજિત આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. તો દેશભરના વિવિધ રાજ્યોના પાટનગર, જિલ્લા મુખ્યાલયો અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં ગરીબ કલ્યાણ સંમેલનનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં કેન્દ્ર સરકારના મંત્રીઓ અને અન્ય પ્રતિનિધિઓ ભાગ લેશે. આ કાર્યક્રમમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકો સાથે સીધો સંવાદ કરશે અને સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ વિશે પ્રતિભાવો મેળવશે.