મોટા સમાચાર: ફેબ્રુઆરી મહિનાની આ તારીખે ખેડૂતોના ખાતામાં આવશે 2000 રુપિયાનો હપ્તો
નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2025: પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે એક મોટી ખુશખબર આવી છે. 19મા હપ્તાના રુપિયા આગામી મહિનાની 24 ફેબ્રુઆરીએ લાભાર્થીઓના ખાતામાં ટ્રાંસફર કરવામાં આવશે. આ જાણકારી કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આપી છે. આ અગાઉ સરકારે 18મો હપતો 5 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્રમાંથી જાહેર કર્યો હતો. પીએમ કિસાન યોજનાનો ઉદ્દેશ્ય નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સ્થિરતા આપવાનો છે. જેનાથી તેઓ પોતાની આજીવિકા સુરક્ષિત કરી શકે અને દેશની ઉત્પાદકતા વધારી શકે.
#WATCH पटना: केन्द्रीय कृषि मंत्री शिवराज सिंह चौहान ने कहा, “मैं बिहार के कृषि मंत्री और मुख्यमंत्री को बहुत बधाई देता हूं। यहां कृषि और किसानों के लिए बहुत अच्छा काम हो रहा है। प्रधानमंत्री 24 फरवरी को प्रधानमंत्री किसान सम्मान निधि के वितरण के लिए बिहार पधारेंगे…”
दिल्ली… pic.twitter.com/i3tzvvjzrZ
— ANI_HindiNews (@AHindinews) January 24, 2025
આ યોજના અંતર્ગત ખેડૂતોને દર ત્રણ મહિનામાં 2000 રુપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત દેશભરના ગરીબ ખેડૂતોના ખાતામાં કૂલ 18 હપ્તા જમા થઈ ચુક્યા છે.
19માં હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે ખેડૂતો
18મો હપતો મળ્યા બાદ ખેડૂતો હવે 19માં હપ્તાની રાહ જોઈ રહ્યા હતા. યોજનાના નિયમ અનુસાર, ફક્ત એ જ ખેડૂતો તેને લાભ લઈ શકશે, જેમની પાસે જમીન રેકોર્ડ હોય. ભાડાની જમીન પર ખેતી કરનારા ખેડૂતોને આ યોજનાનો લાભ નથી મળતો.
અત્યાર સુધીમાં 20 હજાર કરોડ રુપિયાની જોગવાઈ
હપ્તાવાર સહાયતા માટે સરકારે આ વખતે 20 હજાર કરોડ રુપિયાનું બજેટ ફાળવ્યું છે. દરેક લાભાર્થી ખેડૂતોને 1000 રુપિયાના દરથી ચુકવણી કરવામાં આવશે.
આ પણ વાંચો: પ્રયાગરાજ: મહાકુંભમાં અનિલ અંબાણી અને ટીના અંબાણી પહોંચ્યા, સંગમમાં પવિત્ર ડુબકી લગાવી