ટોપ ન્યૂઝનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

‘ડિજિટલ ઈન્ડિયા વીક’નું ઉદ્ધાટન, “ઔદ્યોગિક ક્રાંતિમાં ભારત પથદર્શક”

Text To Speech

હૈદરાબાદની ત્રણ દિવસની મુલાકાત બાદ PM નરેન્દ્ર મોદી વતન ગુજરાતમાં આવ્યા છે. વતન આવેલા પ્રધાનમંત્રીએ ગાંધીનગરમાં ડિજિટલ ઈન્ડિયા વીક 2022નું ઉદ્ઘાટન કર્યું હતું.

 

આ દરમિયાન તેમણે ડિજિટલ ઈન્ડિયા વીક પર આયોજિત પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી. આ સાથે ઘણી ડિજિટલ પહેલ શરૂ કરી હતી. સ્ટાર્ટઅપ ઈન્ડિયાની ટેકનોલોજી અને સેવાઓ લોકોને સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે મોદી સરકાર ડિજિટલ ક્રાંતિ પર ભાર આપી રહી છે. ડિજિટલ ઈન્ડિયા વીક દરમિયાન લોકોના જીવનમાં સરળતા લાવવા માટે ડિજિટલ પ્રવૃત્તિઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે.

ભારત ઔદ્યોગિક ક્રાંતિ 4.0નું નેતૃત્વ કરી રહ્યું છેઃ PM

ડિજિટલ ઈન્ડિયા વીક 2022ના ઉદ્ઘાટન સમયે પીએમ મોદીએ કહ્યું કે, “આજે આપણે ગર્વથી કહી શકીએ છીએ કે ભારત ઔદ્યોગિક ક્રાંતિ 4.0ને દિશા આપી રહ્યું છે. આમાં ગુજરાતનો મોટો ફાળો છે.

તેમણે કહ્યું કે આજે સરકારની મોટાભાગની સેવાઓ ડિજિટલ થઈ ગઈ છે. પહેલા આ કામો માટે ઘણા દિવસો લાગતા હતા, આજે મિનિટોમાં થાય છે. પીએમ મોદીએ કહ્યું, જન ધન, મોબાઈલ અને આધાર, આ ત્રણેય ત્રિશક્તિ છે. આ ત્રિશક્તિથી દેશના ગરીબોને સૌથી વધુ ફાયદો થયો છે. આનાથી જે પારદર્શિતા આવી છે તેનાથી દેશના કરોડો રૂપિયા બચે છે.

ડિજીટલ ઈન્ડિયા ભાશિનીનું પણ ઉદ્ઘાટન

આ કાર્યક્રમમાં પીએમ મોદીની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રેલવે મંત્રી અશ્વની વૈષ્ણવ અને ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખર પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ ડિજિટલ ઈન્ડિયા ભાશિનીનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. ડિજિટલ ઈન્ડિયા ભાશિની દ્વારા સામાન્ય જનતા ઈન્ટરનેટ પર તેમની પોતાની ભાષામાં ડિજિટલ સેવા મેળવી શકે છે. આ ઉપરાંત ડિજિટલ ઈન્ડિયા જિનેસિસ, માય સ્કીમ, ઈન્ડિયા સ્ટેક ગ્લોબલ, મેરી પહેચાન, નેશનલ સિંગલ સાઈન ઓન જેવી પહેલોનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ડિજિટલ ઈન્ડિયાથી અનેક ફાયદાઃ PM

પીએમ મોદીએ કહ્યું, ડિજિટલ ઈન્ડિયાએ સામાન્ય લોકોના ઘણા પૈસા બચાવ્યા છે. ડિજિટલ ઈન્ડિયા વચેટિયાની ભૂમિકાને ખતમ કરી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું, છેલ્લા 8 વર્ષમાં DBT દ્વારા 23 લાખ કરોડ રૂપિયાથી વધુ સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં મોકલવામાં આવ્યા છે. આ ટેક્નોલોજીના કારણે દેશના 2 લાખ 23 હજાર કરોડ રૂપિયા ખોટા હાથમાં જતા બચી ગયા છે. પીએમ મોદીએ કહ્યું કે 3 કરોડ લોકોએ ફોન પર ડોક્ટરો પાસેથી સારવાર લીધી.

Back to top button