ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

ખુશખબર: બજેટમાં નિર્મલા સીતારમણે ધન ધાન્ય યોજનાની જાહેરાત કરી, 1 કરોડથી વધારે ખેડૂતોને લાભ મળશે

Text To Speech

નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે દેશનું બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટવાળો પટારો ખુલી ગયો છે. તેમાં કોને શું મળ્યું, તેની જાહેરાત થઈ રહી છે. નિર્મલ સીતારમણ હાલમાં દેશ માટે મોટી જાહેરાતો કરી રહ્યા છે.

મોદી સરકારનું આ બજેટ જ્ઞાન પર આધારિત છે. પીએમ મોદીએ પોતાના કેબિનેટ સહયોગીઓને કહ્યું કે, આ બજેટ આમ આદમી એટલે કે સામાન્ય જનતા માટે છે. તે ગરીબ ખેડૂતો, મહિલાઓ અને યુવાનોની આકાંક્ષાઓનું બજેટ છે. આ જ્ઞાન (ગરીબ, યુવાન, અન્નદાતા અને નારી શક્તિ)નું બજેટ છે.

પીએમ ધનધાન્ય કૃષિ યોજનાની જાહેરાત

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં મોટી જાહેરાત કરી છે. તેમણે પીએમ ધનધાન્ય કૃષિ યોજનાની જાહેરાત કરી છે. તેમાં 100 જિલ્લામાં લો પ્રોડક્ટિવિટી પર ફોકસ કરી તેમાં સુધારો કર્યો છે. ભંડારણને વધારવા અને સિંચાઈ સુવિધા વધારવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના અંતર્ગત 1 કરોડથી વધારે ખેડૂતોને ફાયદો થશે.

આ પણ વાંચો: બજેટ 2025 : નાણામંત્રી નિર્મલા સીતારમણે શરૂ કરી બજેટ સ્પીચ, વિપક્ષનું વોક આઉટ

Back to top button