ડીસા ધારાસભ્યના હસ્તે વિચરતી વિમુક્તિ જાતિના 60 લોકોને પ્લોટની ફાળવાયા


પાલનપુર: ડીસા નાયબ કલેકટર કચેરી ખાતે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાના હસ્તે વિચરતી વિમુક્તિ જાતિના 60 લોકોને બુધવારે પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત વિચરતી વિમુક્ત જાતિના લોકોને રહેવા માટે મકાન મળી રહે તે માટે પ્લોટોની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત બુધવારે ડીસા નાયબ કલેકટર કચેરી ખાતે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાના હસ્તે ડીસાના જુનાડીસા અને શિવનગરના ૬૦ જેટલા પરિવારોને રાજ્ય સરકારની યોજનાના પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. છેલ્લા ઘણા વર્ષોથી ઘરવીહોણા રહેતા વિચરતી વિમુક્ત જાતિના પરિવારોને આજે પ્લોટ મળતા તેઓમાં ખુશી વ્યાપી હતી. આજે યોજાયેલા આ પ્લોટ વિતરણ કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા ડીસા શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઇ, ડીસા નાયબ કલેકટર યુ. એસ. શુકલા, તાલુકા વિકાસ અધિકારી,ડીસા. ગ્રામીણ મામલતદાર તેમજ શહેરી મામલતદાર હાજર રહી તમામ વિચરતી વિમુક્ત જાતિના લોકોને પ્લોટનું વિતરણ કરવામાં આવ્યું હતું.