ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીના સીએમ પર હુમલાનું કાવતરું, મેટ્રો સ્ટેશનો પર લખાઈ ધમકીઓ; AAPએ ભાજપ પર લગાવ્યો આરોપ

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જાનથી મારી નાખવાની ધમકી
  • અરવિંદ કેજરીવાલને કંઈ થશે તો તેના માટે ભાજપ જવાબદાર રહેશે- સંજય સિંહ
  • દિલ્હીના ઘણા મેટ્રો સ્ટેશનો પર ધમકીઓ લખવામાં આવી

નવી દિલ્હી, 20 મે: આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. દિલ્હીના ઘણા મેટ્રો સ્ટેશનો પર આ ધમકીઓ લખવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ આ માટે સીધી રીતે ભારતીય જનતા પાર્ટીને જવાબદાર ગણાવી છે. આ સાથે રાજ્યસભા સાંસદ સંજય સિંહે પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જો અરવિંદ કેજરીવાલને કંઈ થશે તો તેના માટે ભાજપ જવાબદાર રહેશે. તેમણે કહ્યું કે પીએમ મોદી અને ભાજપ નફરત અને બદલાની ભાવનામાં એટલા ડૂબી ગયા છે કે તેઓ અરવિંદ કેજરીવાલનો જીવ લેવાનું કાવતરું કરી રહ્યા છે.

ભાજપની ભાષામાં લખેલી ધમકી

સંજય સિંહે કહ્યું કે જેલમાં પણ એક મોટું ષડયંત્ર રચવામાં આવ્યું હતું, કદાચ સુપ્રીમ કોર્ટે આ ષડયંત્રને સમજીને તેમને રાહત આપી હતી. આ પછી સંજય સિંહે પટેલ નગર મેટ્રો સ્ટેશનનો ફોટો બતાવ્યો અને કહ્યું કે અંકિત ગોયલ નામના વ્યક્તિનો ફોટો છે. તેના દ્વારા એક ધમકી લખવામાં આવી છે. અંકિત ગોયલ દ્વારા લખવામાં આવેલી ધમકીની ભાષા વાંચો તો તે ભાજપની ભાષા જેવી જ છે. પટેલ નગર મેટ્રો સ્ટેશન અને મેટ્રોની અંદર ખુલ્લેઆમ ધમકીઓ લખવામાં આવી રહી છે. દેશની રાજધાની દિલ્હીમાં દિલ્હીના સીએમ પર હુમલો કરવાની ખુલ્લેઆમ ધમકીઓ લખવામાં આવી રહી છે.

 

ચૂંટણી પંચને પત્ર લખવામાં આવી રહ્યો છે

રાજીવ ચોક મેટ્રો સ્ટેશનની તસવીર બતાવતા સંજય સિંહે કહ્યું, “ત્રણ વખત ચૂંટાયેલા સીએમ પર ખુલ્લેઆમ હુમલો કરવામાં આવી રહ્યો છે અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે અને સર્વત્ર મૌન છે. આ સંદર્ભમાં સાંસદો, ધારાસભ્યો અને મંત્રીઓ તરફથી ચૂંટણી પંચને પત્રો લખવામાં આવી રહ્યા છે. જો કેજરીવાલજીને કઈ પણ થશે તો તેના માટે પીએમઓ, ભારતીય જનતા પાર્ટી અને પીએમ મોદી સીધા જ જવાબદાર હશે. અમે તમને પહેલેથી જ ચેતવણી આપી રહ્યા છીએ”. અહી જણાવવાનું કે દિલ્હીના પટેલ નગર અને રાજીવ ચોકમાં દિલ્હીના સીએમ વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકીઓ લખવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ પણ પોતાના X હેન્ડલ પર આ તસવીરો શેર કરી છે.

આ પણ વાંચો:  ગુજરાત ATSએ અમદાવાદ એરપોર્ટ પરથી ISISના 4 આતંકવાદીઓ ઝડપ્યા

Back to top button