નૂહમાં ફરી હિંસાનું ષડયંત્ર, પૂજા કરવા જતી મહિલાઓ પર પથ્થરમારો
- નૂહ શહેરમાં મહિલાઓ કુવા પૂજા કરવા મંદિર જઈ રહી હતી
- નૂહમાં કુવા પૂજા કરવા જતી મહિલાઓ પર મદરેસામાંથી પથ્થરમારો કરવામાં આવ્યો
- મોટી મસ્જિદની આસપાસ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો
હરિયાણા: નૂહમાં ગુરૂવારે રાત્રે મહિલાઓ કુવા પૂજા કરવા માટે મંદિર જઇ રહી હતી તે સમયે એક મસ્જિદમાંથી અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં ત્રણ મહિલાઓ ઘાયલ થઈ છે. થોડા મહિના પહેલા જ હરિયાણાના નૂહમાં મોટા પાયે સાંપ્રદાયિક હિંસા જોવા મળી હતી. બ્રજમંડલ યાત્રા પર હુમલા બાદ ઘણા લોકોનાં મૃત્યુ થયા હતા અને રાજ્યમાં ઘણા દિવસો સુધી તણાવ હતો. ગુરુવારે રાત્રે આ વિસ્તારમાં ફરી એકવાર હિંસાની ઘટના બનવા પામી છે.
શું છે સમગ્ર મામલો?
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પથ્થરમારાની ઘટના રાત્રે 8.20 વાગ્યાની આસપાસ બની હતી. મહિલાઓનું એક જૂથ કુવા પૂજા માટે જઈ રહ્યું હતું. આ સમયે તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેના કારણે ઘણી મહિલાઓ ઘાયલ થઈ હતી. પથ્થરમારાની આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ફરી એકવાર તંગદિલીનો માહોલ સર્જાયો છે.
પોલીસે ચાર્જ સંભાળ્યો હતો
પથ્થરમારાની ઘટનાના સમાચાર મળતાની સાથે જ નુહના પોલીસ અધિક્ષક નરેન્દ્ર બિજરનિયા ભારે પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને લોકોને શાંત પાડ્યા હતા. તેમણે જણાવ્યું છે કે, અમને મહિલાઓના ઈજાગ્રસ્ત હોવાની જાણ થઈ છે. આરોપીઓ વિરૂધ્ધ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
#WATCH | After reports of stone-pelting in Haryana’s Nuh, SP Nuh, Narendra Singh Bijarniya says, “Some females were going for ‘Kuan Poojan’ and there has been a complaint that stones were pelted by some children from the madrasa. People from both communities gathered here in this… pic.twitter.com/oM2XtQLq1y
— ANI (@ANI) November 16, 2023
એસપી બિજરનિયાએ શું કહ્યું?
હરિયાણાના નૂહમાં પથ્થરમારાના સમાચાર આવ્યા બાદ એસપી નૂહ નરેન્દ્ર સિંહ બિજરનિયાએ કહ્યું કે, કેટલીક મહિલાઓ કૂવામાં પૂજા કરવા જઈ રહી હતી અને મદરેસાના કેટલાક લોકોએ તેમના પર પથ્થરમારો કર્યો હોવાની ફરિયાદ મળી હતી. આ પથ્થરમારા બાદ બંને સમાજના લોકો અહીં એકઠા થયા હતા. આ મામલે FIR નોંધવામાં આવી રહી છે. અમે લોકોને શાંતિ જાળવવા અપીલ કરીએ છીએ. કેસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે આ પથ્થરમારામાં કોઈને મોટી ઈજા થઈ નથી.
આ પણ વાંચો, વિધાનસભા ચૂંટણી : મધ્યપ્રદેશની 230 અને છત્તીસગઢની 70 બેઠકો પર મતદાન શરૂ