સંકષ્ટી ચતુર્થીએ કરો ગણેશજીને પ્રસન્ન, જાણો શુભ મુહૂર્ત અને ચંદ્રોદયનો સમય
- સંકષ્ટી ચતુર્થી આ મહિને 28 માર્ચના રોજ ઉજવવામાં આવશે. આ વ્રત પરિવારના સુખ અને સમૃદ્ધિની કામના સાથે કરવામાં આવે છે. સંકષ્ટી ચતુર્થીએ ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે અને દિવસભર ઉપવાસ કરવામાં આવે છે.
27 માર્ચ, અમદાવાદઃ ફાગણ માસની વદ ચોથ એટલે કે સંકષ્ટી ચતુર્થી આ મહિને 28 માર્ચના રોજ ઉજવવામાં આવશે. આ વ્રત પરિવારના સુખ અને સમૃદ્ધિની કામના સાથે કરવામાં આવે છે. સંકષ્ટી ચતુર્થીએ ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે અને દિવસભર ઉપવાસ કરવામાં આવે છે. સાંજે ચંદ્ર ઉગ્યા પછી ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરીને વ્રત પૂર્ણ કરવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રીગણેશ અને ચંદ્રમાની પૂજા થાય છે. માતા આ વ્રત માતા સંતાનના લાંબા આયુષ્ય માટે રાખે છે. જાણો આ દિવસના શુભ મુહૂર્ત, ચંદ્રોદય સમય અને વ્રત પારણાનો સમય
સંકષ્ટી ચતુર્થીના શુભ મુહૂર્ત
ચતુર્થી તિથિ પ્રારંભઃ માર્ચ 28, 2024 સાંજે 6.56 વાગ્યે
ચતુર્થી તિથિ સમાપ્તઃ માર્ચ 29, 2024 સાંજે 8.20 વાગ્યે
સંકષ્ટી તિથિ ચંદ્રોદયનો સમયઃ રાતે 9.09
પૂજા મુહૂર્તઃ સવારે 10.54 વાગ્યાથી બપોરે 12.26
પૂજા મુહૂર્તઃ સાંજે 5.04 વાગ્યાથી 6.37
ભગવાન ગણેશની આ રીતે કરો પૂજા
- ભગવાન ગણેશજીનો જળાભિષેક કરો
- ભગવાનને પુષ્પ, ફળ ચઢાવો અને પીળું ચંદન લગાવો
- તલના લાડૂ કે મોદકનો ભોગ લગાવો.
- સંકષ્ટી ચતુર્થીની કથાનો પાઠ કરો.
- ઓમ ગં ગણપતયે નમઃ મંત્રનો જાપ કરો
- સંપૂર્ણ શ્રદ્ધા સાથે ગણેશજીની આરતી કરો
- ચંદ્રમાના દર્શન કરો અને અર્ધ્ય આપો
- વ્રતના પારણા કરો અને ક્ષમા પ્રાર્થના કરો
આ પણ વાંચોઃ કપિલ સાથેની લડાઈ ‘પબ્લિસિટી સ્ટંટ’, મારી ‘ઘર વાપસી’ થઈઃ સુનીલ ગ્રોવર