વરસાદી માહોલમાં પાવાગઢ મંદિરનો આહલાદક અને નયનરમ્ય નજારો…


પાવાગઢ મંદિરનો એક સુંદર વીડિયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે. હાલ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ચોતરફ હરિયાળી છવાઈ છે. એવામાં પાવાગઢ મંદિરનો એક અદભૂત વીડિયો સામે આવ્યો છે જેમાં ડુંગરોથી ઘેરાયેલા પાવાગઢ મંદિરનો સુંદર નજારો જોવા મળી રહ્યો છે અને ધુમ્મસના લીધે જાણે પાવાગઢ હિલસ્ટેશન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે
વરસાદી માહોલમાં પાવાગઢ મંદિરનો આહલાદક અને નયનરમ્ય નજારો…#pavagadhtemple pic.twitter.com/eE4S0R98mL
— Gujarat Information (@InfoGujarat) July 6, 2022
પાવાગઢ બન્યું હિલસ્ટેશન
ભક્તો આ અદભૂત નજારો જોઇને ઘન્યતા અનુભવી રહ્યા છે. ભક્તોના ધસારાને પગલે તંત્રએ સુચારુ વ્યવસ્થા ગોઠવી છે. સમસ્ત રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ડુંગરથી ઘેરાયેલા પાવાગઢના અદભૂત દ્રશ્યો ભક્તોએ કેમેરામાં કેદ કર્યા છે. પાવાગઢ જાણે હિલસ્ટેશન બની ગયું હોય તેવું દ્રશ્યો પરથી લાગી રહ્યું છે.