ટોપ ન્યૂઝસ્પોર્ટસ

હાર જીત તો થતી રહે પણ રમવું એ જીવનનો મહત્વનો ભાગ છેઃ અમિત શાહ

Text To Speech

બેંગલુરુઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી, અમિત શાહ, આજે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સના ​​સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે જોડાયા હતા.

અમિત શાહે ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું અને વિજેતાઓને ટ્રોફી આપી. સમારોહમાં કેન્દ્રીય મંત્રી અનુરાગઠાકુર, પ્રહલાદ જોશી, નિશીથ પ્રામાણિક અને કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજબોમાઈ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ જણાવ્યું હતું કે રમતગમતમાં જે રમે છે તે અભિનંદનને પાત્ર છે કારણ કે હારજીત થતી રહે છે પરંતુ રમવું એ જીવનનો મહત્વનો ભાગ છે. તેથી હું ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને મારા હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું.

અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યારેય સમસ્યાની ચિંતા કરી નથી પરંતુ સખત મહેનત, પ્રયાસ અને આયોજન દ્વારા પરિણામ લાવ્યા છે.પીએમ મોદીએ ખેલો ઈન્ડિયા, ફિટ ઈન્ડિયા અને ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ જેવી રમતગમત ક્ષેત્રે પણ ઘણી પહેલ કરી છે.

Back to top button