ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય અને રમત ગમત યુવા સંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી રમત-ગમત ક્ષેત્રે ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યા છે. તેઓ અવાર-નવાર રમતવીરોની મુલાકાત કરે છે અને તેમની સાથે રમત રમીને પ્રોત્સાહિત પણ કરતા હોય છે. યુવા અને કોઈ પણ કાર્ય માટે સતત ઉત્સાહમાં રહેતા હર્ષ સંઘવીએ આજે સુરતમાં રમત-ગમત સાથે જોડાયેલ વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી.તેમણે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાવવામાં આવેલ ખેલ મહાકુંભ રમતવીરો માટે પ્રેરણા રૂપ બન્યો છે. ‘રમશે ગુજરાત જીતશે ગુજરાત’ના નારાને ચરિતાર્થ કરવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્શીલ છે.
કબડ્ડી ટુર્નામેન્ટમાં હાજરી આપી
ગૃહ રાજ્યએ જય ભવાની સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજીત કબડ્ડી ટુર્નામેન્ટમાં હાજરી આપી હતી. તેમણે જણાવ્યું કે કબડ્ડી એ ખુબ જ આનંદ અને ખેલદિલીથી ભરેલી રમત છે. આ સાથે જ “નો ડ્રગ્સ”નો સંદેશ આપી યુવાનો ડ્રગ્સની ખોટી લતે ના ચઢે અને તેની જગ્યાએ વધુમાં વધુ રમતો સાથે જોડાય તેવું આહવાન પણ કર્યું હતું.
સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ સ્ટૂડીયોનું ઉદ્ઘાટન કર્યું
આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતના ખેલાડીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે અને મેડલ જીતી દેશને ગૌરવ અપાવે એ માટે રમતગમત મંત્રી હર્ષ સંઘવી સતત પ્રયત્નશીલ રહે છે. જેને પગલે તેઓએ આજે સુરતમાં સ્પોર્ટ્સ માટેના હાઈ પરફોર્મન્સ સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ સ્ટૂડીયોનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, રમત ગમતમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને જરુરી સગવડ, કોચિંગ મળી રહે તે માટે યોગ્ય પ્લેટફોર્મ અમે પુરું પાડીશું.
સુરતની સ્પેશીયલ ચાઇલ્ડ રીંકુ જ્યારે ૨૦૦ મીટર દોડની ફાઇનલમાં પ્રદર્શન કરવા અમદાવાદની યાત્રા ખેડી રહી હતી ત્યારે બસમાં તેને ઉલ્ટીઓ શરૂ થઇ. ફાઇનલના એક દિવસ અગાઉ સ્થિતી ગંભીર બની. આ સ્થિતિમાં બસમાં પિતા સાથે બેસેલા સહયાત્રીએ માનવતાની મહેંક પ્રસરાવી. #Surat pic.twitter.com/VSCWUTpMOH
— Harsh Sanghavi (@sanghaviharsh) May 22, 2022
રમતવીર રીન્કુની બહાદુરીને બિરદાવી
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતની રમતવીર સ્પેશિયલ ચાઇલ્ડ રીંકુની બહાદુરી અને રમત પ્રત્યેની તેની લગનને બિરદાવવા તેમના ઘરે જઈ મુલાકાત કરી હતી. ‘અડગ મનનાં મુસાફિરને હિમાલય નથી નડતો’ આ કહેવતને સુરતની રીન્કુએ સાબીત કરી બતાવી છે. રમતવીર રીન્કુ જ્યારે અમદાવાદ ખાતે 200 મીટર દોડની ફાઇનલમાં પ્રદર્શન કરવા નીકળી ત્યારે રસ્તામાં તેની તબિયત લથડી ગઈ હતી. અને ફાઈનલ મેચના એક દિવસ પહેલા જ તેની હાલત ગંભીર બની હતી. છતા રીન્કુએ ફાઇનલમાં એડી ચોટીનું જોર લગાવી પડકારોને મ્હાત આપીને શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિજય મેળવ્યો હતો. ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને તેણીએ અનેક લોકો માટે સાહસિકતા અને દ્રઢતાની મિશાલ કાયમ કરી છે. તેના આ અદ્મય સાહસ માટે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેને શુભેચ્છાઓ પાઠવી હતી.