સંગીતકાર મિથુન શર્મા સાથે પ્રભુતામાં પગલાં માંડશે પ્લેબેક સિંગર પલક મુછલ

ફિલ્મ આશિકી 2માં ‘ચાહૂં મેં આના’ ગીત માટે અવાજ આપનાર પ્લેબેક સિંગર પલક મુછલ અને સંગીતકાર મિથુન શર્મા આજે સહારા ઈન્ટરનેશનલ હોટલમાં લગ્ન કરશે. જેમાં 400 થી વધુ મહેમાનો આમંત્રણ આપવામાં આવ્યું છે. લગ્ન પછી મુંબઈમાં એક ભવ્ય પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બોલિવૂડના ઘણા કલાકારો પોતાની હાજરી આપશે. આ રિસેપ્શનમાં બોલિવૂડના કેટલાય સ્ટાર્સ સહિત મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો :
ત્રણ દિવસ અગાઉ યોજાઈ હતી મહેંદી સેરેમની
પલકે તેનાં લગ્નનાં ત્રણ દિવસ અગાઉ જ મહેંદી, હલ્દી અને સંગીતના કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. જેકી શ્રોફ, અભિનેત્રી શીબા ખાને પણ લગ્નના તમામ ફંક્શનમાં હાજરી આપી હતી. પલકની મહેંદી સેરેમનીમાં પીઢ અભિનેતા જેકી શ્રોફે પણ હાથ પર મહેંદી લગાવી હતી. પલકની મહેંદી સેરેમનીની તસવીરો વાયરલ થઈ રહી છે.શનિવારે રાત્રે હોટલ મેરિયટમાં સંગીતનાં કાર્યક્રમમાં પણ ભારે ધૂમ મચી હતી.તેમાં પલક એ ગીત પણ ગાયું હતું. લગ્ન સમારોહ પછી પલક અને મિથુન મુંબઈમાં રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે. આ પાર્ટીમાં બી-ટાઉનના જાણીતા સ્ટાર્સ પણ હાજરી આપશે. આ સિવાય પલક મુછલના ભાઈ પલાશ મુછલે બહેનની હલ્દી સેરેમનીનો ફોટો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, ‘બહેનની હલ્દી. #PalMit’
View this post on Instagram
બંને છેલ્લાં 9 વર્ષથી એકબીજાને ડેટ કરતાં હતાં
પલક મુછલ અને મિથુન છેલ્લા 9 વર્ષથી એકબીજાને ઓળખે છે. કહેવાય છે કે બંને લાંબા સમયથી એકબીજાને ડેટ પણ કરી રહ્યા હતા. જો કે તેઓએ ક્યારેય જાહેરમાં પોતાના સંબંધોનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો નથી. પલક અને મિથુન 9 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સાથે કામ કરી રહ્યા છે અને એકબીજાને પસંદ કરતાં હોવાથી જ્યારે બંનેના પરિવારને આ વાતની જાણ થઈ તો તેઓ પણ લગ્ન માટે રાજી થઈ ગયા.
રિસેપ્શનની થીમ રાજસ્થાની રહેશે
ઈન્દોરથી ઘણાસંબંધીઓ લગ્ન માટે એક દિવસ પહેલા જ મુંબઈ પહોંચી ગયા છે. લગ્નની તમામ વિધિઓ શરૂ થઈ ગઈ છે. આ પલક મુછલ તેના જીવનની નવી શરૂઆત કરવા જઈ રહી છે. રવિવારે યોજાનાર રિસેપ્શનની થીમ રાજસ્થાની છે. રવિવારે લગ્ન બાદ ઈન્દોરમાં રિસેપ્શન પણ આપવામાં આવી શકે છે. આ માટે હોટલ બુક કરવામાં આવી છે. આ વર્ષે ઘણા મોટા કલાકારોએ લગ્ન કર્યા છે. જેમાં રણબીર કપૂર-આલિયા ભટ્ટ, અલી ફઝલ-રિચા ચઢ્ઢા જેવા નામો સામેલ છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ પણ લગ્ન કરી શકે છે.