હોળી પર રંગોથી રમતા પહેલા સ્કીન પર લગાવી લેજો આ વસ્તુઓ
- આજકાલ કેટલાક પર્યાવરણપ્રેમી લોકો હર્બલ હોળી રમવાનું પસંદ કરે છે, પરંતુ હોળી રમતી વખતે તેના રંગમાં કેમિકલ્સ પણ હોય છે, રંગોનો ઉપયોગ ત્વચાને નુકસાન પહોંચાડે છે.
હોળીના તહેવારની કેટલાય લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. આ વર્ષે 25 માર્ચે હોળી પ્રગટાવવામાં આવશે અને 26 માર્ચે ધુળેટીનો તહેવાર ઉજવવામાં આવશે. રંગોના આ તહેવારમાં ખુશીઓ પૂરજોશમાં જોવા મળશે. લોકો આ તહેવારને રંગો અને પાણીથી ઉજવે છે. આજકાલ કેટલાક પર્યાવરણપ્રેમી લોકો હર્બલ હોળી રમવાનું પસંદ કરે છે, પરંતુ હોળી રમતી વખતે તેના રંગમાં કેમિકલ્સ પણ હોય છે, રંગોનો ઉપયોગ ત્વચાને નુકસાન પહોંચાડે છે.
હોળી રમતી વખતે ચહેરા અને હાથ-પગની ત્વચાની ખાસ કાળજી લેવી જરૂરી છે. આ માટે હોળી રમતા પહેલા શરીર પર કેટલીક વસ્તુઓ લગાવવાથી હોળીના કેમિકલયુક્ત રંગોથી થતા નુકસાનને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.
હોળી રમતા પહેલા 5 કામ કરો
નારિયેળ તેલ
હોળી રમતા પહેલા ત્વચા પર નારિયેળનું તેલ લગાવવું ખૂબ જ ફાયદાકારક છે. નાળિયેર તેલમાં એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી ઈન્ફ્લેમેટ્રી ગુણધર્મો હોય છે, જે કેમિકલ્સથી થતા નુકસાનને ઘટાડે છે, અને રંગને સરળતાથી દૂર કરવામાં પણ મદદ કરે છે. નાળિયેર તેલ ત્વચાને ભેજયુક્ત રાખે છે.
સનસ્ક્રીન
હોળી રમતા પહેલા ચહેરા પર સનસ્ક્રીન લગાવી શકો છો. તે ટેનિંગનું જોખમ ઘટાડે છે અને ત્વચાને નુકસાન થવાનું જોખમ પણ ઘટાડે છે. સનસ્ક્રીન ત્વચા પર એક નવું સ્તર બનાવવાનું કામ કરે છે, જેના કારણે રંગ ત્વચામાં ઊંડે સુધી પ્રવેશતો નથી.
એલોવેરા
જો તમારી પાસે એલોવેરા સરળતાથી ઉપલબ્ધ હોય તો તેમાંથી કાઢેલી જેલ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તેનાથી ત્વચાને પોષણ મળશે અને કલરના કેમિકલ્સથી થતા નુકસાનને પણ અટકાવી શકાશે.
મોઈશ્ચરાઈઝર
સામાન્ય દિવસોમાં દરેક જણ મોઈશ્ચરાઈઝર લગાવે છે, હોળીમાં તેને થોડી વધુ માત્રામાં લગાવો. તેને લગાવીને હોળી રમવાથી કેમિકલ કલરની આડઅસર ત્વચા પર દેખાશે નહીં.
પેટ્રોલિયમ જેલી
હોળી દરમિયાન હંમેશા માત્ર સૂકા હર્બલ રંગોનો જ ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. કલરથી રમતા પહેલા ત્વચા પર પેટ્રોલિયમ જેલી લગાવો. આ કારણે, રંગો ત્વચાને કોઈ નુકસાન પહોંચાડતા નથી. તે ગરદન, હાથ, પગ અને કાન પર પણ લગાવી શકાય છે.
આ પણ વાંચોઃ આલિયા ભટ્ટ કઈ અભિનેત્રીઓને માને છે પોતાની પ્રેરણા?