રમવા કુદવાની ઉંમરમાં હીરા વેપારીની દીકરીએ અપનાવ્યો સંન્યાસનો માર્ગ, 5 ભાષાઓમાં છે નિપૂર્ણ
સુરતમાં રહેતા હીરાના વેપારી મોહનભાઈ સંઘવીની 9 વર્ષની પૌત્રી દેવાંશી દીક્ષા લેવા જઈ રહી છે. જાહોજલાલીમાં રહેલી આ દીકરી આજે સંયમના માર્ગે જઈ રહી છે. ત્યારે તેનો પરિવાર પણ તેના આ નિર્ણયમાં સાથે જ છે. સુરતની માત્ર 9 વર્ષની આ દીકરીમાં અનેક ગુણો છે. તે નાનપણથી જ અનેક પ્રતિભાઓ ધરાવે છે.
35 હજારથી વધુ લોકોની હાજરીમાં દીક્ષા ગ્રહણ
સુરતમાં આજે 9 વર્ષની એક બાળકી દીક્ષા ગ્રહણ કરવા જઈ રહી છે. આ બાળકી સુરતના હીરા વેપારી મોહનભાઈ સંઘવીની પૌત્રી અને ધનેશ-અમી બેનની પુત્રી દેવાંશી સંઘવી છે. આ બાળકીના દીક્ષા મહોત્સવ 4 જાન્યુઆરીથી વેસુમાં શરૂ થયો હતો. અને આજે તેની દીક્ષા શરૂ થઈ ગઈ છે. આ દીક્ષા મહોત્સવમાં દેવાંશી 35 હજારથી વધુ લોકોની હાજરીમાં જૈનાચાર્ય કીર્તિયશસૂરીશ્વર મહારાજ પાસેથી દીક્ષા ગ્રહણ કરી રહી છે. સુરતની નવ વર્ષની દેવાંશી સર્વ સુખનો ત્યાગ કરી, બહુ જ જ્ઞાન મેળવી બહુ જ સમજણપૂર્વક સંસાર છોડવા રાજી થઈ છે.
દેવાંશીનો દીક્ષા મહોત્સવ વેસુમાં ઉજવાયો હતો
દેવાંશીનો દીક્ષા મહોત્સવ 14 જાન્યુઆરીથી વેસુમાં શરૂ થયો હતો. આ દીક્ષા મહોત્સવમાં વિવિધ તૈયારીઓ કરવામાં આવી હતી. અને દીક્ષા પહેલા સુરતમાં જ દેવાંશીની વરસીદાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં 4 હાથી, 20 ઘોડા, 11 ઊંટ હતા. અને ભવ્ય રીતે આ યાત્રા યોજાઈ હતી.
દેવાંશી સંઘવી અનેક પ્રતિભાઓ ધરાવે છે
દેવાંશી સંઘવી ભણવામાં પણ ખૂબ હોશિયાર છે. તેણે નાનપણથી ટીવી મોબાઈલનો ઉપયોગ કરવાની જગ્યાએ પુસ્તકો વાંચવામાં ધ્યાન આપ્યું હતુ અને તે સંગીત, સ્કેટિંગ, માનસિક ગણિત અને ભરતનાટ્યમમાં નિષ્ણાત છે. તેમજ તે હીન્દી અંગ્રેજી સહિત પાંચ ભાષા જાણે છે. તેણે ટીવી કે મોબાઈલનો પણ ઉપયોગ કર્યો નથી અને રમવા કુદવાની ઉંમરમાં અનેક પુસ્તો વાંચ્યા છે. તેણે ક્યુબામાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
દેવાંક્ષીના પિતા પાસે છે કરોડોની સંપત્તિ
આજે દીક્ષા ગ્રહણ કરનારી દેવાંક્ષીના પિતા પાસે કરોડોની સંપત્તિ છે. ધનેશ સંઘવી જે હીરા કંપનીના માલિક છે તે કંપનીનું વાર્ષિક સો કરોડની આસપાસનું ટર્નઓવર છે. તેમ છતા પણ પરિવારની લાઈફસ્ટાઈલ ખુબ સાદી છે. આ દીકરીએ નાનપણથી જ સાદગીથી જ રહી છે. દેવાંક્ષીનો પરિવાર શરુઆતથી જ ધાર્મિક રહ્યો છે. તેને નાનપણથીજ કેટલાક નિયમોનું પાલન કરાવવામાં આવતુ હતું.
આ પણ વાંચો : GST પોર્ટલ પર નવી સુવિધા શરૂ, વેપારીઓને થઇ મોટી રાહત