ગુજરાતદક્ષિણ ગુજરાત

દહેજ GIDCમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં ધડાકા સાથે આગ લાગતા દોડધામ મચી

Text To Speech

ભરૂચ, 02 સપ્ટેમ્બર 2024,દહેજ GIDCમાં RGPP નામની કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાં કંપનીના કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. કંપની બહાર ઉભેલુ એક વાહન આગની ચપેટમાં આવી જતાં ભડકે બળ્યું હતું. આગની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો દોડી આવ્યા હતા.ફાયરની 15થી વધુ ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે ભયંકર આગ ફાટી નીકળી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ભરૂચની દહેજ GIDCમાં RGPP નામની કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે ભયંકર આગ ફાટી નીકળી હતી. આગ એટલી પ્રચંડ હતી કે, આગની ચપેટમાં કંપનીની બહાર ઉભેલા એક વાહનમાં પણ આગ લાગી હતી. આગનો મેજર કોલ મળતાં જ ફાયરની 15 જેટલી ગાડીઓ દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવવાની જહેમતમાં લાગ્યા હતા. આગના પગલે અંદર કામ કરતા કામદારોમાં નાસભાગ મચી ગઇ હતી. આ ધડાકો એટલો ભયંકર હતો કે, આસપાસના વિસ્તારના લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતાં. જોકે ક્યાં કારણોસર આગ લાગી અથવા તો તેમાં કોઈ જાનહાની નોંધાઇ છે કે નહિ તે હાલમાં જાણી શકાયું નથી.

આ પણ વાંચોઃગુજરાત પોલીસ દુબઈથી સટ્ટાખોરોને પકડી લાવે છે પણ બાયો ડિઝલ કૌભાંડીઓને ક્યારે પકડશે

Back to top button