કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

‘આપણું લખપત હરિયાળું’ પ્રોજેક્ટ અંતગૅત 5લાખ સીડ બોલનું વાવેતર

Text To Speech

લખપત તાલુકાને હરિયાળો બનાવવા માટે સૌ પ્રથમ પાંચ લાખ જેટલા સીડ બોલનું વાવેતર કરવામા આવ્યું. ‘આપણું લખપત હરિયાળું’ પ્રોજેક્ટ અંતગૅત 5લાખ સીડ બોલ વાવેતરનો કાર્ય્રકમ આજે GMDC માતાના મઢ ખાતે યોજાયો હતો.

લખપતને હરિયાળું બનાવવાનો ટાર્ગેટ

આ પ્રોજેકટ અંતર્ગત પર્યાવરણની જાળવણીના ભાગરૂપે લખપત તાલુકાના વિવિધ ગામોમાં 5 લાખ સીડ બોલ નાખવામાં આવશે અને આ પ્રોજેક્ટ થકી આવનારા 10 વર્ષમાં લખપતને હરિયાળું બનાવવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે.

5 લાખ સીડ બોલ તૈયાર કરવામાં આવ્યા

આ બાબતે TDO સંજય ઉપલાણાએ જણાવ્યું કે આ સીડ બોલનો આઈડિયા એમને બનાસ ડેરીએ કરેલા સીડ બોલના વાવેતર ઉપરથી આવ્યો અને લખપત તાલુકામાં પણ સીડ બોલનો પ્રયોગ કરવાનું વિચાર્યું. આ માટે પંચાયત વિભાગ ફોરેસ્ટ GMDC અને સાંઘી મળીને 5 લાખ સીડ બોલ તૈયાર કરવામાં આવ્યા છે અને આવનારા વર્ષોમાં આ આંકડો વધારી 10થી 20 લાખ સુધી લઇ જવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે

Back to top button