ટ્રેન્ડિંગધર્મલાઈફસ્ટાઈલ
ઘરમાં લગાવી રહ્યા છો બામ્બૂ પ્લાન્ટ? લાભ તો થશે, પરંતુ જાણી લો આ નિયમ
- બામ્બૂ પ્લાન્ટ લગાવવાથી વ્યક્તિને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે
- બામ્બૂ પ્લાન્ટનું વાસ્તુ અને ફેંગશુઇ બંનેમાં મહત્ત્વ દર્શાવાયુ છે.
- ગુડ લકની સાઇન ગણાતા બામ્બૂ પ્લાન્ટ માટે છે અનેક નિયમો
તમારા ઘર કે ઓફિસમાં વાંસનુ ઝાડ એટલે કે બામ્બૂ પ્લાન્ટ છે. જો હા તો આ સમાચાર તમારા માટે ખૂબ જરૂરી છે. વાસ્તુ શાસ્ત્ર અને ફેંગ શુઇ બંનેમાં બામ્બૂ પ્લાન્ટને પ્રમુખતા અપાઇ છે. બંને શાસ્ત્રોમાં કહેવાયુ છે કે ઘર કે ઓફિસમાં બામ્બૂ પ્લાન્ટ લગાવવાથી વ્યક્તિનું ભાગ્ય બદલાય છે અને તેને ઘણા સુખની પ્રાપ્તિ થાય છે. તે ગુડ લકની સાઇન છે. આવી વ્યક્તિનું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલાઇ જાય છે. આ માટે તમારે બામ્બૂ પ્લાન્ટ સાથે જોડાયેલા કેટલાક નિયમોનું ધ્યાન રાખવુ પડશે.
- ધ્યાન રાખો બામ્બૂ પ્લાન્ટ હંમેશા માટી કે કાચના વાસણમાં જ રાથો. જો તે જમીનમાં લગાવશો તો તે ખૂબ મોટુ થઇ જશે અને તેના શુભ પ્રભાવ નહીં મળે.
- ઘરમાં બામ્બૂ પ્લાન્ટ વધુમાં વધુ બેથી 3 ફુટની ઉંચાઇ સુધી હોવુ જોઇએ, પરંતુ તેનાથી વધુ મોટુ થાય તો તે નેગેટિવ ઇફેક્ટ આપી શકે છે.
- બામ્બૂ પ્લાન્ટને ક્યારેય પણ દક્ષિણ-પશ્વિમ દિશામાં ન લગાવવુ જોઇએ. આ દિશામાં તુલસી, કેળ, વાંસ તથા અન્ય શુભ છોડ લગાવવાની મનાઇ છે.
- વાસ્તુ અનુસાર ઉત્તર અને પુર્વ દિશામાં બામ્બૂ પ્લાન્ટ લગાવવાથી સૌથી સારા પરિણામો મળે છે.
- ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘરમાં બામ્બૂ પ્લાન્ટ ક્યારેય સુકાવો ન જોઇએ. નહીં તો ઘરમાં રહેતા લોકો માટે તે અશુભ પરિણામ આપે છે.
- બામ્બૂ પ્લાન્ટ સુકાવા લાગે તો તેની પર તરત ધ્યાન આપવુ જોઇએ. જો તે ગ્રીન ન હોય અને સુકાઇ ગયુ હોય તો બદલી નાંખવુ જોઇએ.
- બામ્બૂ પ્લાન્ટ કોઇ ખરાબ જગ્યાએ ન મુકવુ જોઇએ. તેમે તેને ડ્રોઇંગ રૂમ કે બેડરૂમમાં રાખી શકો છો. આમ કરવાથી તમારા પારિવારિક સંબંધો સુધરશે.
આ પણ વાંચોઃ જૂની જંત્રી પ્રમાણે દસ્તાવેજ કરાવતા પહેલા આ વાંચી લો, નહિ તો નવી જંત્રીના દર લાગુ થશે !