પંચમહાલમાં પ્રથમવાર અફીણનું વાવેતર, ભંડોઈમાંથી અફીણના 1014 છોડ મળી આવતા ખળભળાટ
પંચમહાલ જિલ્લામાં પ્રથમવાર અફીણના છોડનું વાવેતર મળી આવતા ખળબળાટ મચી જવા પામ્યો છે. પંચમહાલ જિલ્લાના મોરવા હડફના ભંડોઈ ગામમાંથી SOGએ અફિણના છોડ વાળા ખેરમાં દરોડા પાડી મુદ્દા માલ સાથે એક વ્યક્તિની અટકાયત કરી છે.
ખેતરમાંથી અફીણના 1014 છોડ મળી આવ્યા
પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલના મોરવા હડફ તાલુકાના ભંડોઇ ગામમાં અફીણનું વાવેતર કરાયું હોવાની માહિતી મળતા SOG પોલીસે ખેતરમાં દરોડા પાડી અફીણના છોડનું મોટા પ્રમાણમાં વાવેતર ઝડપી પાડ્યું હતું. અને પોલીસે અફિણનું વાવેતર કરનાર એક શખ્સની અટકાયત કરી છે.આ દરોડામાં ખેતરમાંથી અફીણના 1014 છોડ મળી આવ્યા હતા. અફીણના છોડની સાથે પોલીસે 25.400 કિલો અફીણ સાથે 76,470 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લામાં અગાઉ ગાંજાનું વાવેતર મળી આવ્યા છે પરંતુ અફીણનું વાવેતર જિલ્લામાં પ્રથમવાર મળ્યું છે.
પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી
પંચમહાલના મોરવા હડફ તાલુકામાં આવેલા ભંડોઈ ગામે પોતાના ભોગવટાના ખેતરમાં એક ઈસમ અફીણના છોડનું વાવેતર મળી આવ્યું છે. પંચમહાલ SOGને બાતમી મળતા તેઓએ બાતમી વાળી જગ્યાએ રેડ કરતા અફીણના છોડ મળી આવ્યા હતા. પોલીસે કુલ 76 હજારના મુદ્દામાલ સાથે આરોપી લાલુભાઇ પ્રતાપભાઈ મકવાણાની અટકાયત કરી લીધી છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો : મોરબીમાં ડ્રગ્સનું દૂષણ : LCB એ દરોડા પાડી 13.62 લાખના ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સને ઝડપ્યો