ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતના આ શહેરમાં અસામાજિક તત્ત્વોએ નદી કિનારે ગાંજાના છોડનું વાવેતર કર્યું !

  • નદીના કિનારે દિવેલિયાની પણ ખેતી કરી કેટલાક લોકો રોકડી કરે છે
  • શહેરની મધ્યેથી પસાર થતી વિશ્વામિત્રી નદીનો કિનારો અસામાજિક તત્ત્વોનો અડ્ડો
  • નદીમાં મગરનો વસવાટ હોવાથી કેટલાક સ્થળે લોકોની અવર-જવર માટે સરકારી તંત્ર દ્વારા પ્રતિબંધ

વડોદરામાં વિશ્વામિત્રી નદી કિનારે ગાંજાના છોડનું વાવેતર જોવા મળ્યુ છે. જેમાં નદી કિનારાના પટ્ટે દિવેલિયાની આડમાં ગાંજાની ખેતીનો વેપલો શરૂ થયો છે. ત્યારે મગરના ભયથી જૂજ લોકોની અવર-જવર, એકાંતનું સ્થળ ગોરખધંધા માટે મોખરે છે. જેમાં કાલઘોડા બ્રિજ નીચે ઉગેલો બેથી ત્રણ ફૂટની ઊંચાઈનો છોડ દેખાયો છે.

આ પણ વાંચો: આજે વર્લ્ડ હિયરિંગ ડે : યુવાનોમાં એક કાને બહેરાશના ઝડપથી વધી રહેલા કેસ ચિંતાજનક

શહેરની મધ્યેથી પસાર થતી વિશ્વામિત્રી નદીનો કિનારો અસામાજિક તત્ત્વોનો અડ્ડો

વડોદરા શહેરની મધ્યેથી પસાર થતી વિશ્વામિત્રી નદીનો કિનારો અસામાજિક તત્ત્વોનો અડ્ડો બન્યો છે. નદી કિનારાની અવાવરું જગ્યાએ ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે અસામાજિક તત્ત્વોને મોકળું મેદાન મળ્યું છે. સયાજીગંજ વિસ્તારના કાલાઘોડા બ્રિજ નીચે નદી કિનારાના ભાગે ગાંજાનો છોડ જોવા મળ્યો છે. બેથી ત્રણ ફૂટના આ છોડના વાવેતર પાછળ કોનો હાથ છે? તે પોલીસ તપાસનો વિષય છે. પાવાગઢથી નીકળતી વિશ્વામિત્રી નદી શહેરની મધ્યેથી પસાર થતી આગળ ખંભાતના અખાતને મળે છે. વિશ્વામિત્રી નદી કિનારાનો મોટા ભાગનો વિસ્તારમાં અવાવરું જગ્યાઓ છે.

આ પણ વાંચો: અમદાવાદ: બલ્ગેરિયન યુવતીએ રાજીવ મોદી પર કરેલા દુષ્કર્મ કેસ મામલે મોટો ખુલાસો 

નદીમાં મગરનો વસવાટ હોવાથી કેટલાક સ્થળે લોકોની અવર-જવર માટે સરકારી તંત્ર દ્વારા પ્રતિબંધ

નદીમાં મગરનો વસવાટ હોવાથી કેટલાક સ્થળે લોકોની અવર-જવર માટે સરકારી તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રાહદારીઓની અવર-જવરથી દૂર એવા એકાંતના સ્થળોને અસામાજિક તત્ત્વો અડ્ડો બનાવ્યો છે. અસામાજિક તત્ત્વો દ્વારા આ વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. સયાજીગંજ વિસ્તારના કાલાઘોડા બ્રિજ નીચે વિશ્વામિત્રી નદીના કિનારાની અવાવરું જગ્યાએ ગાંજાના છોડનું બિન્દાસ્ત વાવેતર કરવામાં આવે છે.

આ પણ વાંચો: ગાંધીનગરમાં નકલી માર્કશીટના આધારે યુવકના કેનેડાના વિઝા, ફોનની તપાસ કરતા ભાંડો ફૂટયો

નદીના કિનારે દિવેલિયાની પણ ખેતી કરી કેટલાક લોકો રોકડી કરે છે

વિશ્વામિત્રી નદીના કિનારે દિવેલિયાની પણ ખેતી કરી કેટલાક લોકો રોકડી કરી લેતા હોય છે. દિવેલિયાની આડમાં ગાંજાના છોડનું પણ વાવેતર કરવામાં આવે છે. સીધા તાપથી ગાંજાના છોડને નુકસાન થતું હોવાથી દિવેલિયા કે બ્રિજ નીચે ઓછા તાપમાં ગાંજાના છોડનો ઉછેર કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનિય છે કે, આ દિશામાં ઊંડાણથી તપાસ થાય તો વધુ ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે.

Back to top button