ઘરની નેગેટિવ એનર્જી ઘટાડવા માટે આ પ્લાન્ટ લગાવો, થશે ફાયદો
- ઘરમાં નેગેટિવ એનર્જી ઘટાડવા માટે અને પોઝિટીવ એનર્જી વધારવા માટે તમે કેટલાક પ્લાન્ટ લગાવો. આ પ્લાન્ટ ચીની વાસ્તુશાસ્ત્ર ફેંગ શુઈ પ્રમાણે લકી ગણાય છે
HD ન્યુઝ ડેસ્કઃ ફેંગ શુઈ એ ચીની વાસ્તુશાસ્ત્ર છે. ફેંગશુઈની મદદથી જીવનમાં ગુડ લકને વધારી શકાય છે. ઘણી વખત ખોટી આદતો અથવા વાસ્તુ દોષના કારણે નેગેટિવ એનર્જી વધે છે. તેની અસર જીવનમાં પણ જોવા મળે છે. ફેંગશુઈના જ્ઞાન અનુસાર કેટલાક પ્લાન્ટ ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં કેટલાક છોડ લગાવવાથી નકારાત્મકતા દૂર થઈ શકે છે. એટલું જ નહીં કેટલાક છોડ લગાવવાથી ઘરમાં ઓક્સિજનની માત્રા પણ વધી શકે છે. જાણો આવા જ કેટલાક લકી પ્લાન્ટ વિશે.
ઘરમાં નકારાત્મક ઉર્જા ઘટાડવા માટે આ પ્લાન્ટ લગાવો
પીસ લીલી
સકારાત્મક ઉર્જા જાળવી રાખવા માટે તમારે પીસ લીલીનું પ્લાન્ટેશન કરવું જોઈએ. ઓફિસ કે ઘરમાં પીસ લીલીનું પ્લાન્ટેશન કરવાથી સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે અને પ્રગતિનો માર્ગ પણ ખુલે છે.
જેડ પ્લાન્ટ
જેડ પ્લાન્ટ ખૂબ જ લકી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ છોડને ઘરના પ્રવેશદ્વાર પર રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ પ્લાન્ટ ઓક્સિજન તો વધારશે જ પરંતુ સુખ-સમૃદ્ધિમાં પણ વધારો કરે છે.
મની પ્લાન્ટ
સકારાત્મક ઉર્જા વધારવા માટે આજે જ તમારા ઘરમાં મની પ્લાન્ટ લાવો. મની પ્લાન્ટ ખૂબ જ લકી માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર મની પ્લાન્ટ લગાવવાથી પૈસાની સમસ્યાઓ દૂર થાય છે.
તુલસી
હિન્દુ ધર્મમાં તુલસીના છોડને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તુલસીનો છોડ ઘર આંગણે લગાવવાથી અને તેની સામે ઘીનો દીવો પ્રગટાવવાથી આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે.
બામ્બૂ ટ્રી
ઘર માટે બામ્બૂ ટ્રી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરની પૂર્વ દિશામાં બામ્બૂ ટ્રી લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે અને સકારાત્મક ઉર્જા વધે છે.
આ પણ વાંચોઃ દુનિયામાં સૌપ્રથમ માતાજીનું સિંહ આકારનું મંદિર બનશે અહીંયા, પાકિસ્તાનથી આવશે માતાની જ્યોત
આ પણ વાંચોઃ કેટલા દિવસમાં બદલવું જોઈએ તકિયાનું કવર? બેદરકારી બગાડી શકે છે તબિયત
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ