ટ્રેન્ડિંગધર્મ

ઘરમાં લગાવો આ ચમત્કારિક પ્લાન્ટ્સઃ ધનની વર્ષા થશે, જાણો અન્ય લાભ

  • કેટલાક પ્લાન્ટ્સ જ્યોતિષની દ્રષ્ટિએ ખુબ મહત્ત્વના છે
  • આ પ્લાન્ટ્સ ઘરમાં હવા શુદ્ધ કરવાની સાથે અનેક લાભ આપે છે
  • કેટલાક પ્લાન્ટ્સ નેગેટિવીટીને દુર કરી સકારાત્મકતા લાવે છે

જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક પ્લાન્ટ્સને ખુબ જ ચમત્કારિક માનવામાં આવે છે. આ પ્લાન્ટ્સ ઘરમાં હોય તો અનેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. આ પ્લાન્ટ્સ ઘરમાં રાખવામાં આવે તો ઘરની હવા શુદ્ધ રહે છે અને સાથે સાથે ધન, ઐશ્વર્ય અને સન્માનમાં પણ વૃદ્ધિ થાય છે. આ પ્લાન્ટ્સને ચમત્કારિક પણ માનવામાં આવે છે. જે ઘરમાં આ પ્લાન્ટ્સ હોય છે, ત્યાં બરકત આવે છે. જીવનમાં સારુ થાય છે અને સકારાત્મકતા આવે છે.

વાસ્તુશાસ્ત્રમાં આ પ્લાન્ટ્સ અંગે એવું જણાવાયુ છે તે ધન, સુખ અને સમૃદ્ધિને આકર્ષિત કરે છે.

ઘરમાં લગાવો આ ચમત્કારિક પ્લાન્ટ્સઃ ધનની વર્ષા થશે, જાણો અન્ય લાભ hum dekhenge news

તુલસીનો છોડ

હિંદુ ધર્મમાં તુલસીનો છોડ પુજનીય માનવામાં આવે છે. તેને ઘરની ઉત્તર, ઉત્તર-પુર્વ કે પુર્વ દિશામાં લગાવો અને રોજ પૂજા કરો. ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘરમાં તુલસીનો છોડ હોવાથી જીવનમાં સુખ-શાંતિ રહે છે અને અનેક પ્રકારની પરેશાનીઓ દુર રહે છે. તુલસીનો સંબંધ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાથે માનવામાં આવે છે. ઘરમાં તુલસી હોવાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.

શમીનો છોડ

શમીનો છોડ ઘરની દક્ષિણ દિશામાં લગાવવો જોઇએ. આ પ્લાન્ટ ઘરમાં લગાવવો શુભ માનવામાં આવે છે. આમ કરવાથી શનિના અશુભ પ્રભાવોથી મુક્તિ મળે છે. ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. શમીનો છોડ હોવાથી ભગવાન શિવના આશીર્વાદ પણ રહે છે અને નોકરી તેમજ વ્યવસાયમાં ઉન્નતિ થાય છે. ઘરમાં આ છોડ હોય તો પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ રહે છે.

ઘરમાં લગાવો આ ચમત્કારિક પ્લાન્ટ્સઃ ધનની વર્ષા થશે, જાણો અન્ય લાભ hum dekhenge news

સ્પાઇડર પ્લાન્ટ

સ્પાઇડર પ્લાન્ટને ઘરમાં લગાવવાથી ઘણા ફાયદા થાય છે. તેને ઘરની ઉત્તર, ઉત્તર-પુર્વ કે ઉત્તર-પશ્વિમ દિશામાં લગાવવાનું શુભ માનવામાં આવે છે. આ છોડ ઘરમાં હોવાથી આસપાસની હવા સ્વચ્છ રહે છે અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. આ છોડ કેટલાય પ્રકારની બિમારીઓનો અંત લાવે છે. જીવનમાં નવી સકારાત્મક ઉર્જા લાવે છે. જો વર્કિંગ પ્લેસ પર કોઇ સમસ્યા ચાલી રહી હોય તો સ્પાઇડર પ્લાન્ટ રાખવાથી જીવનને નવી દિશા મળે છે.

ક્રાસુલા પ્લાન્ટ

ક્રાસુલા પ્લાન્ટ ઘરના વાસ્તુ દોષને દુર કરે છે. તેને ઘરના મેઇન ગેટ પર રાખવો જોઇએ. તેનાથી આર્થિક પરેશાનીઓમાં મુક્તિ મળે છે અને ધન આગમનના નવા સ્ત્રોત ખુલવાના શરૂ થઇ જાય છે. ઘરના સભ્યો વચ્ચે સ્નેહ રહે છે, સંબંધો મજબૂત બને છે.

ઘરમાં લગાવો આ ચમત્કારિક પ્લાન્ટ્સઃ ધનની વર્ષા થશે, જાણો અન્ય લાભ hum dekhenge news

મની પ્લાન્ટ

મની પ્લાન્ટ ઘરમાં રાખવાનું સારુ માનવામાં આવે છે. તેના નામથી જ જાણ થાય છે કે તે ઘન સંબંધિત સમસ્યાઓને ખતમ કરે છે. જેમ જેમ પ્લાન્ટ વધે છે, તેમ તેમ ધન અને સન્માન પણ વધવા લાગે છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ પ્લાન્ટનો સંબંધ ભૌતિક સુખ-સુવિધાઓના સ્વામી શુક્ર ગ્રહ સાથે માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ બુદ્ધ પુર્ણિમાં અને ચંદ્રગ્રહણ પર ભદ્રાનો સાયોઃ ખાસ કરજો આ ઉપાય

Back to top button