અમદાવાદમાં વધેલી FSI જાહેર હરાજીથી AMCનું રૂપિયા 1,000 કરોડ ઊભા કરવાનું આયોજન
- માત્ર પર્યાવરણની જાળવણી પાછળ જ આ રકમ પાંચ વર્ષમાં વાપરી નાખવાની રહેશે
- આ ફંડ કલાયમેટ એડપટેશન ફાયનાસિંગ ફંડ(CAFF) તરીકે ઓળખાશે
- ફરજિયાત પર્યાવરણના હેતુ માટે જ વાપરવાના રહેશે, ઓડિટ પણ થશે
અમદાવાદમાં વધેલી FSI જાહેર હરાજીથી AMCનું રૂપિયા 1,000 કરોડ ઊભા કરવાનું આયોજન છે. જેમાં FSIના વેચાણથી મળનારા 1,000 કરોડ AMC પર્યાવરણ પાછળ ખર્ચશે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારમાં દરખાસ્તકરાશે. તેમાં ફરજિયાત પર્યાવરણના હેતુ માટે જ વાપરવાના રહેશે, ઓડિટ પણ થશે.
આ પણ વાંચો: ગુજરાતમાં સહકારી બેંકોના 3 હજાર કરોડના વ્યવહારો ખોરવાયા, જાણો શું છે કારણ
માત્ર પર્યાવરણની જાળવણી પાછળ જ આ રકમ પાંચ વર્ષમાં વાપરી નાખવાની રહેશે
શહેરમાં પર્યાવરણની જાળવણી થઇ શકે તે માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અત્યારથી આયોજન કરાઇ રહ્યું છે. જેમાં મ્યુનિ.કોર્પોરેશન પોતાના વિવિધ બિલ્ડીંગમાં બાંધકામ વખતે મંજૂર થયેલી FSI માંથી હાલ વધેલી FSI જાહેર હરાજીથી વેચી દર વર્ષે રૂપિયા 1,000 કરોડ ઊભા કરવાનું આયોજન છે. આ રકમ પર્યાવરણની જાળવણી માટે ઉર્જા યાતાયાત, પીવાના પાણી, ગંદા પાણીના નિકાલ, વરસાદી પાણી, ઘન કચરાં, અર્બન ગ્રીન કવર,બાયો ડાઇવરસિટી, હવાનું શુધ્ધીકરણ, તળાવના ડેવલપ, ઇ.વી.ચાર્જીંગ, રીન્યુએબલ એનર્જી અને ગ્રીનકવર કરવાના આયોજનમાં ખર્ચ કરાશે. માત્ર પર્યાવરણની જાળવણી પાછળ જ આ રકમ પાંચ વર્ષમાં વાપરી નાખવાની રહેશે. જેના માટે દર ત્રણ વર્ષે ઓડિટ કરાવીને હેવાલ સરકારમાં મોકલી અપાશે.
આ ફંડ કલાયમેટ એડપટેશન ફાયનાસિંગ ફંડ(CAFF) તરીકે ઓળખાશે
મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીમાં કામ મંજૂર થયા બાદ બોર્ડમાં મંજૂરી મેળવાશે અને ત્યારબાદ દરખાસ્ત સરકારમાં મોકલી અપાશે. આ ફંડ કલાયમેટ એડપટેશન ફાયનાસિંગ ફંડ(CAFF) તરીકે ઓળખાશે. મ્યુનિ.ના પાણી અને ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન, સીએસસી સેન્ટર, રેફયુઝ સ્ટેશન, લાયબ્રેરી, બસસ્ટેશન, ઓડિટોરિયમ, અર્બન સેન્ટર, પાર્ટીપ્લોટ, કોમ્પ્યુનિટી હોલ અને વોર્ડ ઓફિસ સહિત વિવિધ બિલ્ડીંગોમાં બાંધકામો બાદ અમલી વિકાસ નકશાની જોગવાઇ હેઠળ મંજુરીપાત્રમાંથી વધેલી FSI ( ફલોર સ્પેશ ઇન્ડેક્શન) પડી રહી હોય તો તેને TDR (ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટસ)માં કનવર્ટ કરીને વિકાસકારો માટે જાહેર હરાજી કરાશે.