ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘મહુઆ મોઇત્રાને લોકસભામાંથી બરખાસ્ત કરવાની યોજના ઘડાઈ રહી છે’: મમતા બેનરજી

  • પશ્ચિમ બંગાળના CM મમતા બેનરજીએ સાંસદ મહુઆ મોઇત્રા પર આપી પ્રતિક્રિયા
  • આ પગલું મહુઆ મોઇત્રાને ચૂંટણી પહેલા વધુ લોકપ્રિય બનવામાં મદદ કરશે : મમતા બેનરજી

કોલકાતા,23 નવેમ્બર : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજીએ પક્ષના લોકસભા સાંસદ મહુઆ મોઇત્રાના ‘કેસ ફોર ક્વેરી’ કેસ પર પહેલીવાર જાહેરમાં પ્રતિક્રિયા આપી છે. મમતા બેનર્જીએ જણાવ્યું કે, મહુઆ મોઇત્રાને લોકસભામાંથી હાંકી કાઢવાની યોજના બનાવવામાં આવી રહી છે, પરંતુ આ પગલું તેણીને ચૂંટણી પહેલા વધુ લોકપ્રિય બનવામાં મદદ કરશે.” તૃણમૂલ કોંગ્રેસના એક કાર્યક્રમ દરમિયાન પાર્ટી ચીફ મમતા બેનરજીએ ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી.

ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની હારનો ઉલ્લેખ કરતા મમતાએ કહ્યું કે, “જો ફાઈનલ અમદાવાદને બદલે કોલકાતા કે મુંબઈમાં યોજાયો હોત તો ભારતીય ટીમ જીતી ગઈ હોત.” વધુમાં કહ્યું કે, “પહેલા ભારતીય ક્રિકેટ ટીમ ભગવા રંગની જર્સી પહેરીને મેદાનમાં ઉતરવાની હતી, પરંતુ બે ખેલાડીઓના વિરોધ બાદ આવું ન થયું.

મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર પર રોષ વ્યક્ત કર્યો

કેન્દ્રની ભાજપ સરકાર પર રોષ વ્યક્ત કરતાં મમતા બેનરજીએ જણાવ્યું કે, “આ સરકાર વધુ ત્રણ મહિના સુધી કેન્દ્રમાં રહેશે. તેમણે કહ્યું કે, “દેશના બેંકિંગ ક્ષેત્રમાં નિરાશાનું વાતાવરણ છે અને જાહેર ક્ષેત્રના ઉપક્રમો (પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ-PSU) વેચાઈ રહ્યા છે. મમતાએ કહ્યું કે, “તમામ મોટી IT કંપનીઓ કોલકાતાના ‘સિલિકોન વેલી’ પ્રોજેક્ટમાં રોકાણ કરી રહી છે.” કેસરી રંગ પર બોલતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘આ બલિદાનનો રંગ છે, પરંતુ તમે ભોગી છો. વિપક્ષી નેતાઓને ટાર્ગેટ કરતી કેન્દ્રીય એજન્સીઓ 2024ની સામાન્ય ચૂંટણી પછી ભાજપની પાછળ જશે.” મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે, “ભાજપ આરક્ષણ ખતમ કરવા માંગે છે અને તે તેનો વિરોધ કરશે. ઉલ્લેખનીય છે કે, મમતા ઘણા સમયથી કેન્દ્રની ભાજપ સરકાર પર પ્રહારો કરી રહી છે.

મહુઆ મોઈત્રાની પાર્ટીએ તેણીનું સમર્થન કર્યું

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાને 2024ની સામાન્ય ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં પાર્ટી સંગઠનને મજબૂત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. વિવાદોમાં ઘેરાયેલી મોઇત્રાને આ જવાબદારી આપીને તૃણમૂલે તેને સમર્થન આપવાનો સ્પષ્ટ સંદેશો આપી દીધો છે. લોકસભાની એથિક્સ કમિટીએ ‘પૈસાના બદલામાં સવાલ પૂછવા’ સંબંધિત કેસમાં તેમની હકાલપટ્ટીની ભલામણ કરી છે. આવી સ્થિતિમાં હવે મમતા બેનર્જીનું નિવેદન સ્પષ્ટ કરે છે કે, પાર્ટીએ મહુઆને સમર્થન આપવાનું મન બનાવી લીધું છે.

આ પણ વાંચો :હવે મહુઆ મોઇત્રા વિરુદ્ધ વકીલે પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ, શું છે આરોપ?

Back to top button