GSSSBનું આયોજનઃ પાટણ જિલ્લા તરફથી ST બસની સુવિધા, વહેલી તકે રિઝર્વેશન કરાવવા સૂચના


GSSSB દ્વારા આયોજિત બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3ની પરીક્ષા માટે પાટણ જિલ્લાના ઉમેદવારોને પરીક્ષા સ્થળે પહોંચવા માટે અને પરીક્ષા પૂરી થયા બાદ પરત ઘરે પહોંચવા માટે એસ ટી બસની સુવિધા આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ સુવિધાનો લાભ લેવા માટે ઉમેદવારોને વહેલી તકે એસટીમાં રિઝર્વેશન કરાવી લેવા માટે જણાવવામાં આવ્યું છે.
તંત્રએ ટોલ-ફ્રી નંબર જાહેર કર્યો
આ ઉપરાંત ઉમેદવારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થાય તે માટે એક ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. આ ટોલ ફ્રી નંબર પરથી ઉમેદવારોને કોઈપણ સમયે જરૂરી સૂચનાઓ મળી જશે. આ સેવા 21 તારીખે સાંજે 7 વાગ્યે શરૂ થશે અને 24 તારીખે સવારે 11 વાગ્યા સુધી સતત ચાલુ રહેશે.
મહેસાણાથી એકસ્ટ્રા બસો દોડાવાશે
મહેસાણા વહીવટી તંત્ર પણ પરીક્ષાને લઈને એકસ્ટ્રા બસો દોડાવશે. મહેસાણા, કલોલ, પાટણથી લઈને મહેસાણા ડિવિઝન 12 સુધી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. શનિવાર અને રવિવાર એમ બે દિવસ 50 વિદ્યાર્થીઓના ગ્રુપ દ્વારા નજીકના ડેપોમાંથી બુકિંગની સુવિધા કરવામાં આવશે તેવું વહીવટી તંત્રએ જણાવ્યું છે.