ગોવાની ટ્રિપ કરવાનો પ્લાન છે? આ પાંચ જગ્યાની વિઝિટ કરવાનું ન ચૂકશો
- હવે તો ઉનાળાની ઋતુમાં પણ ઘણા પ્રવાસીઓ ગોવા આવવા લાગ્યા છે. જો તમે આજ સુધી ગોવા ગયા નથી અને પહેલી વાર ત્યાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ લિસ્ટ ચેક કરી લેજો
મિત્રો સાથેની દરેક ટ્રિપ યાદગાર જ હોય છે. જો તમે આ વખતે મિત્રો કે ફેમિલી સાથે ગોવામાં રજાઓ ગાળવા માંગતા હોવ તો આ પાંચ સ્થળોની અવશ્ય મુલાકાત લેજો. મિત્રો સાથે મોજમસ્તી કરવા માટે ગોવા પરફેક્ટ ડેસ્ટિનેશન છે. હવે તો ઉનાળાની ઋતુમાં પણ ઘણા પ્રવાસીઓ ગોવા આવવા લાગ્યા છે. જો તમે આજ સુધી ગોવા ગયા નથી અને પહેલી વાર ત્યાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો કેટલીક જગ્યાઓને જોવાનું ન ભૂલતા. તમારી ગોવાની ટ્રિપ યાદગાર બની રહેશે તેની ગેરંટી.
5 સ્થળોની મુલાકાત જરૂર લેજો
દૂધસાગર ધોધ
દૂધસાગર ધોધ એ ભારતનો બીજો સૌથી ઊંચો ધોધ છે, જે 310 મીટર (1,017 ફૂટ) ઊંચો છે. તે ગોવા-કર્ણાટક સરહદ પર આવેલો છે અને મોલ્લેમ નેશનલ પાર્કનો એક ભાગ છે. દૂધસાગર ધોધ એક સુંદર અને શાંતિપૂર્ણ સ્થળ છે. આ એ લોકો માટે એક શાનદાર જગ્યા છે, જે પ્રકૃતિનો આનંદ લેવા ઈચ્છે છે અને થોડું ચેલેન્જિંગ ટ્રેકિંગ કરવા ઈચ્છે છે.
કાલાંગુટ બીચ
ગોવાના લોકપ્રિય બીચમાં એક છે કાલંગુટ બીચ. તે ગોવાના સૌથી લાંબા બીચમાંનો એક છે. અહીં તમે સનબાથ લેવાની સાથે આરામદાયક ક્ષણો વીતાવી શકો છો. અહીં તમે જેટ સ્કીઈંગ, પેરાસેલિંગ અને બનાના બોટિંગ જેવા વોટર સ્પોર્ટ્સનો આનંદ માણી શકો છો.
બાગા બીચ
જો તમે ગોવાના બીચ પર શાંતિથી સમય પસાર કરવા માંગતા હોવ તો બાગા બીચ પર જાઓ. આ ગોવાનો લોકપ્રિય બીચ છે અને અહીં તમે સ્થાનિક ભોજનની મજા પણ માણી શકો છો. રાત્રે આ બીચ લાઈવ લાગે છે, જેમાં ઘણા બાર અને ક્લબ છે જ્યાં તમે આખી રાત ડાન્સ અને પાર્ટી કરી શકો છો.
અગુઆડા કિલ્લો
તે 17મી સદીનો એક કિલ્લો છે, જે ગોવાના ઉત્તર કિનારે આવેલો છે. આ કિલ્લો પોર્ટુગીઝ દ્વારા બનાવવામાં આવ્યો હતો, જેમણે 16મીથી 20મી સદી સુધી ગોવામાં શાસન કર્યું હતું. આ કિલ્લાનો ઉપયોગ જહાજો અને દરિયાકાંઠાની સુરક્ષા માટે કરવામાં આવતો હતો. કિલ્લામાં લાઈટહાઉસ પણ છે, જે 18મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. તે ભારતનું સૌથી જૂનું વર્કિંગ લાઈટહાઉસ છે.
બોમ જીસસ બેસિલિકા
તે ગોવાના જૂના શહેરમાં સ્થિત એક પ્રખ્યાત ચર્ચ છે. તે 16મી સદીમાં ભારતમાં ખ્રિસ્તી ધર્મ ફેલાવનારા જેસુઈટ મિશનરી સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરના અવશેષો માટે જાણીતું છે. આ ચર્ચ 17મી સદીમાં બનાવવામાં આવ્યું હતું અને તે ગોવાની સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક ઈમારતોમાં સામેવ છે. તે વર્લ્ડ હેરિટેજ સાઈટ પણ છે.
આ પણ વાંચોઃ ટ્રાવેલ ટિપ્સઃ આ દેશોમાં ફરવા જાવ ત્યારે ન કરતા આવી કોઈ ભૂલ