ટ્રેન્ડિંગધર્મ
આકાશના ગ્રહો મિત્રો કે પરિવારના રૂપમાં હોય છે આપણી આસપાસમાં જ, જાણો કેવી રીતે
- આપણે એ ભૂલી જઈએ છીએ કે આકાશના ગ્રહો અને તેનો શુભ-અશુભ પ્રભાવ આપણા સગા-સંબંધીઓ કે મિત્રોના રૂપમાં હંમેશા આપણી આસપાસ રહે છે
આકાશના ગ્રહોને માત્ર એક પિંડ માનીને આપણે ગ્રહોના પૂજા-પાઠ, દાન-પુણ્ય કરીએ છીએ, પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે આકાશના ગ્રહો અને તેનો શુભ-અશુભ પ્રભાવ આપણા સગા-સંબંધીઓ કે મિત્રોના રૂપમાં હંમેશા આપણી આસપાસ રહે છે. જ્યારે આપણે કોઈ પણ કારણસર આપણી આસપાસના લોકો સાથે સંબંધો બગાડીએ છીએ, ત્યારે તેના સંબંધિત ગ્રહના ઉપાયો નિષ્ફળ થઈ જાય છે. તેથી જો કોઈપણ ગ્રહને અનુકૂળ કરવો હોય, તો સૌ પ્રથમ તે ગ્રહ સાથેના સંબંધિત સંબંધોમાં સુધારો લાવો. ગ્રહો અને તેમનો પ્રભાવ વ્યક્તિની આસપાસ મિત્ર-બંધુઓના રૂપમાં હોય છે, આ સંબંધો આપણને જીવનભર શુભ ફળ આપતા રહે છે. જાણો કુંડળીના કયા ભાવમાં કયો પારિવારિક સંબંધ જોવા મળે છે.
- પ્રથમ ભાવ પોતાના વિશે જણાવે છે અને અહીંથી વ્યક્તિના વ્યક્તિત્વ વિશે જાણવા મળે છે.
- બીજા ભાવમાં વ્યક્તિના પરિવાર વિશે જાણકારી મળે છે.
- ત્રીજા ભાવમાં વ્યક્તિના નાના ભાઈ વિશે જાણ થાય છે.
- ચોથા ભાવમાં વ્યક્તિની માતા વિશે જાણકારી મળે છે.
- પાંચમા ભાવમાંથી તેના બાળકો વિશે માહિતી મળે છે.
- છઠ્ઠા ભાવમાં વ્યક્તિના મામા વિશે માહિતી મળે છે.
- સાતમા ભાવમાં વ્યક્તિના જીવન સાથી વિશે માહિતી મળે છે.
- આઠમા ભાવથી સાસરીવાળાની માહિતી મળે છે. આઠમો ભાવ પત્નીના કુટુંબના લોકો વિશે જણાવે છે.
- દસમા ભાવમાંથી પિતા વિશે જાણકારી મળે છે.
- અગિયારમા ભાવથી મોટા ભાઈ અંગે જાણકારી મળે છે.
- બારમા ભાવથી કાકા વિશે માહિતી મળે છે. તે પિતાના નાના ભાઈ એટલે કે કાકાનું ઘર કહેવાય છે.
- જે રીતે જાતકની કુંડળીમાં છઠ્ઠો ભાવ શત્રુનો હોય છે, તે રીતે પત્નીના સાતમા ભાવથી છઠ્ઠો ભાવ અથાર્થ બારમો ભાવ, પત્નીની શત્રુ એટલે કે સોતનનો હોય છે.
આ પણ વાંચોઃ 30 જૂનથી શનિની વક્રી ચાલ, પાંચ રાશિઓના સારા દિવસ શરૂ