સપ્ટેમ્બરમાં મોટા ગ્રહોનું રાશિ પરિવર્તનઃ આ રાશિના લોકો ચેતજો
- ગુરુ વક્રી ચાલથી મેષ રાશિમાં પ્રવેશ કરશે
- બુધ સિંહ રાશિમાં વક્રી થશે
- સૂર્ય કન્યા રાશિમાં ગોચર કરશે
સપ્ટેમ્બર મહિનામાં ઘણા મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન થવાનું છે. આ મહિને ગુરુ વક્રી ચાલથી મેષ રાશિમાં પ્રવેશ કરશે અને શુક્ર કર્ક રાશિમાં માર્ગી થશે. બુધ સિંહ રાશિમાં વક્રી થશે અને સૂર્ય કન્યા રાશિમાં ગોચર કરશે. તે જ સમયે મંગળ કન્યા રાશિમાં અસ્ત થશે. ગ્રહોના આ પરિવર્તનની અસરને કારણે મિથુન, કન્યા, ધનુ, મકર અને મીન રાશિના જાતકોને ઉતાર-ચઢાવનો સામનો કરવો પડશે. જાણો આ રાશિના જાતકોનો આ મહિનો કેવો રહેશે?
સપ્ટેમ્બર મહિનામાં ચાર મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન થઇ રહ્યુ છે. આ મહિનાની શરૂઆતમાં જ એટલે કે 4 સપ્ટેમ્બરે ગુરુ ગ્રહ પોતાની ચાલ બદલી રહ્યો છે, તે વક્રી થઇને મેષ રાશિમાં રહેશે અને વર્ષના અંતમાં માર્ગી થશે. ગુરુ ઉપરાંત ભૌતિક સુખોનો સ્વામી શુક્ર પણ 4 સપ્ટેમ્બરે જ ચંદ્રની રાશિ કર્કમાં ગોચર કરશે. તે શુક્રની શત્રુ રાશિ છે. આ સિવાય મહિનાના મધ્યમાં ગ્રહોનો રાજકુમાર બુધ 16 સપ્ટેમ્બરે સિંહ રાશિમાં વક્રી થશે. ત્યારપછી બીજા જ દિવસે એટલે કે 17 સપ્ટેમ્બરે સૂર્ય સિંહ રાશિમાંથી નીકળીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે. મહિનાના અંતમાં ગ્રહોનો અધિપતિ મંગળ કન્યા રાશિમાં અસ્ત કરશે. આવી સ્થિતિમાં ગ્રહોના રાશિ પરિવર્તનની અસર મેષથી મીન સુધીની તમામ રાશિઓ પર પડશે. ગ્રહોનું રાશિ પરિવર્તન કેટલીક રાશિઓ માટે શુભ રહેશે જ્યારે કેટલીક રાશિના જાતકોને ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. જાણો કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકોએ સપ્ટેમ્બર મહિનામાં ગ્રહોના પરિવર્તનને કારણે સાવધાન રહેવાની જરૂર છે. ગ્રહોનું આ પરિવર્તન તમને આ મહિને ચેતવણી આપી રહ્યું છે કે તમે જે સમસ્યાઓની અવગણના કરી રહ્યા છો તેના પર ધ્યાન આપવાની જરૂર છે. આ સાથે આસપાસના સંબંધોમાં જે મનભેદો ચાલી રહ્યા છે તેને યોગય કરો, કારણ કે સંબંધોમાં પરેશાનીઓને કારણે તમારે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મિથુન રાશિવાળા આ સમયગાળામાં તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો, નહીંતર તમારું માસિક બજેટ બગડી શકે છે અને તમે દેવાદાર બની શકો છો. મિથુન રાશિના જાતકોએ પણ સપ્ટેમ્બર મહિનામાં પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ નહીંતર મેડિકલ ખર્ચ પણ વધી શકે છે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોને સપ્ટેમ્બર મહિનામાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડશે. કન્યા રાશિવાળા વિદ્યાર્થીઓએ આ મહિને શિક્ષણમાં શુભ પરિણામ મેળવવા માટે સખત મહેનત કરવી પડશે. પારિવારિક જીવનની વાત કરીએ તો, તમારી માતા સાથે તમારા સંબંધો થોડા ખરાબ હોઈ શકે છે અને તમારે તમારી માતાની ટીકા અને વિરોધનો સામનો કરવો પડી શકે છે. તેમજ લવ લાઈફમાં રહેલા લોકોએ કોઈપણ પ્રકારની ગેરસમજથી દૂર રહેવું પડશે નહીંતર બિનજરૂરી અહંકાર અને વિવાદ સંબંધોમાં તિરાડ લાવી શકે છે. જો તમે આ મહિનામાં રોકાણ કરો છો, તો ચોક્કસ નિષ્ણાતની સલાહ લો, નહીં તો તમારે પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. માતાપિતાએ તેમના બાળકોની વધુ પડતી ટીકા કરવાનું ટાળવું જોઈએ, નહીં તો તેમના આત્મવિશ્વાસ પર નકારાત્મક અસર થઈ શકે છે.
ધન રાશિ
સપ્ટેમ્બર મહિનામાં ધન રાશિના જાતકોને ગ્રહોના પરિવર્તનને કારણે અનેક પડકારોનો સામનો કરવો પડશે. ધનુ રાશિના લોકોએ આ મહિને પોતાના કામકાજની સાથે પરિવારના સભ્યોનું પણ ધ્યાન રાખવું જોઈએ નહીંતર સંબંધોમાં તિરાડ આવી શકે છે. પરિવારના વિકાસ અને ખર્ચને લઈને ચિંતિત રહેશો અને મુશ્કેલીઓનો સામનો કરતા જોવા મળશો. ગ્રહોના પરિવર્તનને કારણે વેપારીઓ પોતાના જનિર્ણયો પર શંકા કરી શકે છે, જેના કારણે તેઓ માનસિક રીતે પરેશાન થઈ શકે છે. તમે તમારા પિતાની બીમારીથી પણ ચિંતિત રહેશો, જેના કારણે તમારે ઘણી દોડધામ કરવી પડે તેવુ બની શકે છે. ધન રાશિના લોકોએ આ મહિને રોકાણ, નાણાકીય નિર્ણયો અને ભૌતિક ઈચ્છાઓ વિશે વિચારવું જોઈએ અને પછી જ આગળ વધવું જોઈએ.
મકર રાશિ
મકર રાશિના લોકો માટે સપ્ટેમ્બર મહિનો ગ્રહોમાં થઈ રહેલા ફેરફારોને કારણે મધ્યમ ફળદાયી રહેવાનો છે. આ મહિને જો મકર રાશિના લોકો ટીકા પર ધ્યાન આપ્યા વગર પોતાનું કામ કરતા રહેશે તો તેમને સફળતા મળશે. નોકરિયાત લોકો આ મહિને કાર્યસ્થળમાં સખત મહેનત કરશે પરંતુ તેમને પ્રશંસા નહીં મળે અને અધિકારીઓ અને સહકર્મીઓ સાથે વિવાદ થવાની સંભાવના છે. તમારા ખર્ચાને નિયંત્રણમાં રાખો નહીંતર તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. માતા-પિતા તેમના બાળકોના શિક્ષણને લઈને ચિંતિત રહેશે પરંતુ તે તેમના બાળકોને સમજદારીપૂર્વક સમજાવવું વધુ સારું રહેશે. જો તમે ભાગીદારીમાં કોઈ ધંધો કરી રહ્યા છો તો આર્થિક નુકસાન થવાની સંભાવના છે.
મીન રાશિ
ગ્રહોના ફેરફારોને કારણે મીન રાશિના લોકો માટે સપ્ટેમ્બર મહિનો મિશ્ર પરિણામો આપનારો છે. આ મહિને મીન રાશિના લોકોમાં ઘમંડના કારણે પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં સમસ્યા આવી શકે છે. આ મહિને કોઈપણ પ્રકારના વિવાદમાં ન પડો. આ મહિનો જટિલ મુદ્દાઓને ઉકેલવા માટે સારો રહેશે, નહીં તો તમે કોર્ટના કેસમાં ફસાઈ શકો છો. રોજગાર શોધી રહેલા યુવાનોને આ મહિને રાહ જોવી પડશે. બીજી બાજુ, મીન રાશિવાળા નોકરીયાત લોકોને અધિકારીઓના કારણે તેમના કામમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે, જેના કારણે તમે સારું પ્રદર્શન કરી શકશો નહીં. બહારના ખાવામાં સાવધાની રાખો, નહીં તો પેટ સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે.
આ પણ વાંચોઃ તુલસી પાસે ભુલથી પણ ન રાખશો આ વસ્તુઓઃ થાય છે અમંગળ