ટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

પ્લેનનું એન્જીન હવામાં અધવચ્ચે જ થઈ ગયું બંધ: પત્તાની જેમ નીચે પડવા લાગ્યું, જુઓ વીડિયો

  •  ઈમારતો-ઝાડ સાથે અથડાતા પ્લેન બચી ગયું અને મોટો અકસ્માત સર્જાતાં બચી ગયો

HD ન્યૂઝ ડેસ્ક, 28 મે: ઓસ્ટ્રેલિયાનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સિડનીમાં એક એરક્રાફ્ટ રોજીંદી ઉડાન પર હતું ત્યારે અચાનક તેમાં ખામી સર્જાઈ અને એરક્રાફ્ટનું એન્જિન હવામાં અધવચ્ચે જ બંધ થઈ ગયું. પાયલટને ખબર પડી કે પાવર ગયો છે, પ્લેનને પાવર નથી મળી રહ્યો. જેના કારણે વિમાન પત્તાની જેમ નીચે પડવા લાગ્યું. તે એટલું નીચે આવ્યું કે એક ક્ષણ માટે એવું લાગ્યું કે તે કોઈ બહુમાળી ઈમારત કે ઝાડ સાથે અથડાઈને પડી જશે. પરંતુ પાયલટની બુદ્ધિમત્તાએ વિમાનને ઘરોની ઉપર પડતાં બચાવી લીધું. અન્યથા મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત અને અનેક લોકોએ જીવ ગુમાવ્યો હોત.

 

તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. દરેક લોકો પાયલટના વખાણ કરી રહ્યા છે. હકીકતમાં, તે સેસના એરક્રાફ્ટ હતું, જે ખૂબ જ હળવું હોય છે. સામાન્ય રીતે તાલીમાર્થી પાયલટ તેની સાથે ઉડાન ભરે છે. તેમને આ એરક્રાફ્ટ પર પ્રારંભિક તાલીમ આપવામાં આવે છે. પરંતુ સિડનીમાં પ્લેન ઉડાવનાર પાયલટ ઘણો અનુભવી હતો. તે છેલ્લા 26 વર્ષથી વિમાન ઉડાવી રહ્યો છે. BBCના રિપોર્ટ અનુસાર, જ્યારે પાયલટે ટેક ઓફ કર્યું ત્યારે પ્લેન બિલકુલ ઠીક હતું. પરંતુ થોડે દૂર ગયા બાદ તેમાં ખામી સર્જાઈ હતી.

પ્લેનને હવામાં જ પાવર મળવાનું બંધ થયું  

પાયલટે પહેલા તેને રિપેર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે તેને ખબર પડી કે પ્લેનને પાવર જ નથી મળી રહ્યો તો તેણે પરત ફરવાનું નક્કી કર્યું. પરંતુ થોડી જ વારમાં વિમાન પત્તાના ડેકની જેમ નીચે પડવા લાગ્યું. એક ક્ષણ માટે તે એટલું નીચે આવી ગયું કે જાણે વૃક્ષો અને ઈમારતો સાથે અથડાશે તેવું લાગવા  લાગ્યું. જેના કારણે તેમ આગ શકે તેમ હતી. પરંતુ પાયલટે સમજદારીથી અકસ્માત ટાળ્યો હતો. પાઈલટ જેક સ્વાનેપોએલે ન્યૂઝને જણાવ્યું કે, તે ગ્લાઈડિંગ કરી રહ્યો હતો, ત્યાં કોઈ પાવર ન હતો. મેં લેન્ડિંગ ગિયર પાછું ખેંચ્યું કારણ કે પ્લેન એટલું નીચું હતું કે મને લાગ્યું કે તે છત સાથે અથડાશે. પ્લેન ગમે ત્યારે પડી શકે તેમ હતું. પરંતુ ભગવાનનો આભાર કે કોઈક રીતે અમે હેંગરની ટોચ પર પહોંચવામાં સફળ થયા.

કોઈપણ ઈજા વગર પ્લેનમાંથી બહાર આવ્યા

જ્યારે સ્વાનેપોલે વિમાનને એરપોર્ટ ટેક્સીવે પર લેન્ડ કર્યું ત્યારે તે ઝડપથી સરકી ગયું પરંતુ થોડા સમય પછી બંધ થઈ ગયું. ગ્રાઉન્ડ સ્ટાફ તેને મદદ કરવા દોડી ગયો હતો, પરંતુ સ્વાનેપોલ અને તેની પાર્ટનર કેરીન કોઈપણ ઈજા વગર પ્લેનમાંથી બહાર નીકળી ગયા હતા. કેરિને કહ્યું કે, તે ખૂબ જ ડરામણું અને તણાવપૂર્ણ હતું, કારણ કે અમે આ બધા ઘરો વિશે વિચારી રહ્યા હતા… તેમાં રહેતા લોકો વિશે વિચારી રહ્યા હતા. અમે એરપોર્ટ ઉપર પહોંચ્યા ત્યાં સુધી અમારો શ્વાસ રોકાઈ રહ્યો હતો. હવે પ્રશાસન તપાસ કરશે કે પ્લેનમાં આ ખરાબી કેવી રીતે થઈ. ઉડતા પહેલા તેની બરાબર તપાસ કરવામાં આવી હતી કે નહીં.

આ પણ જુઓ: દિલ્હીથી વારાણસીની ઈન્ડિગો ફ્લાઈટમાં બોંબની સૂચનાથી અફરાતફરી, જાણો સમગ્ર મામલો

Back to top button