ટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

VIDEO/ટેક્સાસ પછી ન્યૂયોર્ક હાઈવે પર અકસ્માતનો શિકાર થયું વિમાન, 48 કલાકમાં બીજી ઘટના

Text To Speech

અમેરિકા, 13 ડિસેમ્બર 2024 :  અમેરિકાના ન્યૂયોર્કના વેસ્ટચેસ્ટર કાઉન્ટીમાં ગુરુવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. અહીં ન્યૂયોર્ક હાઈવે પર એક નાનું પ્લેન ક્રેશ થયું છે. દુર્ઘટના સમયે વિમાનમાં બે લોકો સવાર હતા, જેમાં એક વ્યક્તિનું અવસાન થયું હતું અને અન્ય ઘાયલ થયા હતા. આ દુર્ઘટનાને કારણે મેનહટનથી લગભગ 40 કિલોમીટર ઉત્તરપૂર્વમાં હેરિસનમાં ઇન્ટરસ્ટેટ 684 પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં દુર્ઘટનાનો ભોગ બનેલું પ્લેન દેખાઈ રહ્યું છે.

તપાસના આદેશો આપ્યા
દુર્ઘટના અંગે ગવર્નર કેથી હોચુલે જણાવ્યું હતું કે પર્યાવરણીય સંરક્ષણ વિભાગ સ્લિપ થયેલા ઈંધણને સાફ કરવા માટે ઘટનાસ્થળે હાજર છે. વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. અકસ્માતની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આ અકસ્માત ટેક્સાસમાં થયો હતો

અગાઉ ટેક્સાસમાં એક પ્લેન રનવેની જગ્યાએ રોડ પર લેન્ડ થયું હતું. વિમાન રસ્તા પર ઉતરતાની સાથે જ બે ટુકડા થઈ ગયા હતા. આ અકસ્માતમાં ચાર લોકો ઘાયલ પણ થયા છે. વિમાન રસ્તા પર ઉતરતી વખતે અનેક કારને પણ અથડાયું હતું. આ ઘટના બુધવારે બપોરે સાઉથ ટેક્સાસના વિક્ટોરિયા શહેરમાં સ્ટેટ હાઈવે પર બની હતી. વિમાને બુધવારે સવારે 9:52 વાગ્યે વિક્ટોરિયા પ્રાદેશિક એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી અને દુર્ઘટના પહેલા લગભગ પાંચ કલાક સુધી હવામાં હતું.

આ પણ વાંચો : દેશના 11 રાજ્યોમાં શીતલહેરની ચેતવણી, કર્ણાટકમાં વરસાદનું યલો એલર્ટ

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button