ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

કેલિફોર્નિયામાં ગોડાઉનની છત સાથે ટક્કર બાદ પ્લેન ક્રેશ થયું, 1નું મૃત્યુ-15 ઘાયલ; જૂઓ વીડિયો

Text To Speech
  • પ્લેન ક્રેશની દુર્ઘટના સમયે વેરહાઉસમાં 100થી વધુ લોકો હાજર હતા

કેલિફોર્નિયા, 3 જાન્યુઆરી: સાઉથ કોરિયા અને કઝાકિસ્તાન બાદ હવે અમેરિકાના કેલિફોર્નિયામાં પ્લેન ક્રેશ દુર્ઘટનાના કારણે ખળભળાટ મચી ગયો છે.  આ દુર્ઘટના એક મોટા ગોડાઉનની છત સાથે ટક્કર બાદ પ્લેન ક્રેશ થયું હતું. અકસ્માત સમયે વેરહાઉસમાં 100થી વધુ લોકો હાજર હતા. પ્લેન ક્રેશ થતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

જૂઓ વીડિયો

 

મળતી માહિતી મુજબ, આ પ્લેન ક્રેશ દુર્ઘટના કેલિફોર્નિયાના ફુલર્ટન એરપોર્ટ પાસે થઈ હતી. અહીં એક નાનું વિમાન મોટા ગોડાઉનની છત સાથે અથડાયું હતું.

ડિસેમ્બરના છેલ્લા સમયમાં 2 મોટી પ્લેન દુર્ઘટના

આ પહેલા ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં દક્ષિણ કોરિયાના મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. પ્લેનમાં સવાર 181 લોકોમાંથી માત્ર 2 લોકો જ આ અકસ્માતમાં બચી શક્યા. બાકીના 179 લોકો માર્યા ગયા હતા. મળતી માહિતી મુજબ, આ પ્લેન લેન્ડિંગ દરમિયાન પક્ષી સાથે અથડાયા બાદ એરપોર્ટ પર ક્રેશ થયું હતું. મળતી માહિતી મુજબ, લેન્ડિંગ દરમિયાન તેનું ગિયર ખુલ્યું ન હતું, જેના કારણે આ દુર્ઘટના થઈ હતી. આ પહેલા કઝાકિસ્તાનમાં એક અઝરબૈજાની પ્લેન ક્રેશ થયું હતું. બાદમાં જાણવા મળ્યું કે, રશિયાએ આ કારનામું કર્યું હતું. આ દુર્ઘટનામાં 38 થી વધુ લોકોના મૃત્યુ પણ થયા હતા.

આ પણ જૂઓ: અમેરિકામાં વધુ એક મોટો આતંકી હુમલો, નાઈટ ક્લબમાં અંધાધૂંધ ગોળીબારથી 11ના મૃત્યુ; જૂઓ વીડિયો

Back to top button