ઓગસ્ટની રજાઓ અત્યારથી કરો પ્લાન, IRCTCએ આપ્યો તમિલનાડુનો વિકલ્પ
- જો તમે ઓગસ્ટ મહિનામાં ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમે ટૂર પેકેજ દ્વારા ત્યાં સરળતાથી મુસાફરી કરી શકો છો. IRCTCના ટૂર પેકેજ સાથે ઓગસ્ટની રજાઓ અત્યારથી પ્લાન કરો
IRCTC દ્વારા સમયાંતરે ટૂર પેકેજની જાહેરાત કરવામાં આવે છે. આ ટૂર પેકેજ દ્વારા પ્રવાસીઓ દેશ-વિદેશમાં પ્રવાસ કરી શકે છે. હવે ફરી એકવાર IRCTCએ TREASURES OF TAMILNADU (SHA37) ટૂર પેકેજની જાહેરાત કરી છે. જો તમે ઓગસ્ટ મહિનામાં ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમે ટૂર પેકેજ દ્વારા ત્યાં સરળતાથી મુસાફરી કરી શકો છો. IRCTCના ટૂર પેકેજ સાથે ઓગસ્ટની રજાઓ અત્યારથી પ્લાન કરો.
તમિલનાડુના પ્રવાસન સ્થળોની મુલાકાત લો
આ ટૂર પેકેજની શરૂઆત હૈદરાબાદથી થશે. હૈદરાબાદથી આવતા પ્રવાસીઓ તમિલનાડુના પ્રવાસન સ્થળોની મુલાકાત લેશે. આ ટૂર પેકેજમાં પ્રવાસીઓને ફ્લાઈટ દ્વારા મુસાફરી કરાવવામાં આવશે. આ સિવાય આ પ્લાનમાં તમને હોટલમાં રોકાણ, બ્રેકફાસ્ટ અને ડિનરની સુવિધા મળશે. આ સાથે ટ્રાવેલ ઈન્શોયરન્સ પણ મળશે
6 દિવસ અને 5 રાત તમિલનાડુનું ટૂર પેકેજ
આ ટૂર પેકેજ 5 રાત અને 6 દિવસનું છે. આ ટૂર પેકેજમાં પ્રવાસીઓ તિરુચિરાપલ્લી, તંજાવુર, કુંભકોણમ, રામેશ્વરમ અને મદુરાઈની મુલાકાત લઈ શકશે. તમિલનાડુના આ ટૂર પેકેજની શરૂઆત 13 ઓગસ્ટથી થશે. આ IRCTC ટૂર પેકેજની પ્રારંભિક કિંમત 29,250 રૂપિયા હશે.
ટૂર પેકેજના ભાડાની ડિટેલ્સ
જો તમે આ ટૂર પેકેજમાં એકલા મુસાફરી કરી રહ્યા છો, તો તમારે વ્યક્તિ દીઠ 39,850 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે બે લોકો સાથે મુસાફરી કરો છો તો તમારે પ્રતિ વ્યક્તિ 30,500 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે ત્રણ લોકો સાથે મુસાફરી કરવા માટે તમારે 29,250 રૂપિયા આપવા પડશે.
આ સિવાય 5 થી 11 વર્ષની વયના બાળક માટે બેડ ખરીદવા માટે 26,800 રૂપિયા અને બાળક માટે બેડ ન ખરીદવા પર 22,600 રૂપિયા ખર્ચવા પડશે. જ્યારે તમારા 2 થી 4 વર્ષના બાળક માટે તમારે 16,800 રૂપિયા ખર્ચવા પડશે.
આ પણ વાંચોઃ બાળકો સાથે બનાવો હરિયાણા નજીકના બેસ્ટ હિલ સ્ટેશન જવાનો પ્લાન