ઉત્તરાખંડની હેપ્પી વેલીની મુલાકાત લેવા જેવી, સમર વેકેશનમાં કરો પ્લાન
- હેપ્પી વેલીના મનમોહક પહાડો, ગાઢ જંગલો, લોભામણા તળાવો અને સુંદર ઝરણાઓ જોવા માટે રોજ દેશ વિદેશથી હજારો પ્રવાસીઓ આવે છે. આ જગ્યા ટૂરિસ્ટની વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે
ઉત્તરાખંડની વાદીઓમાં રોમાંચ માટે બધું જ છે. જો તમારે સ્નો ફોલ જોવો હોય કે પછી હરિયાળી જોવી હોય તો ઉત્તરાખંડ તમારા માટે બેસ્ટ પ્લેસ છે. ઉત્તરાખંડમાં અનેક વેલીઝ છે, જેમાંથી એક હેપ્પી વેલી છે. અહીંની હેપ્પી વેલીના મનમોહક પહાડો, ગાઢ જંગલો, લોભામણા તળાવો અને સુંદર ઝરણાઓ જોવા માટે રોજ દેશ વિદેશથી હજારો પ્રવાસીઓ આવે છે. આ જગ્યા ટૂરિસ્ટની વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. આવો જાણીએ હેપ્પી વેલી કેવી રીતે પહોંચીશું?
ક્યાં છે હેપ્પી વેલી?
હેપ્પી વેલી મસૂરી પાસે આવેલું છે. મસૂરી સ્થિત લાઈબ્રેરી બસ સ્ટેન્ડથી લગભગ ચાર કિમીના અંતરે હેપ્પી વેલી આવેલી છે. મસૂરી મોલ રોડથી હેપ્પી વેલીનું અંતર લગભગ ચાર કિલોમીટર છે.
હેપ્પી વેલીની ખાસિયત
ઉંચા ઉંચા પહાડો, ઘરના મેદાન, દેવદારના ઝાડ અને તળાવો તેમજ ઝરણા આ વેલીની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. આ ડેસ્ટિનેશન કપલ્સની વચ્ચે ખૂબ ફેમસ છે. ઠંડી અને મોનસુનમાં તો અહીં પહાડો વાદળોથી ઢંકાઈ જાય છે. આ દ્રશ્ય મનમોહક હોય છે. હેપ્પી વેલીને લોકો મિની તિબ્બટના નામે પણ ઓળખે છે. આ વેલીમાં લગભગ પાંચ હજાર કરતા પણ વધુ તિબ્બટી લોકો રહે છે. અહીં તિબ્બટી સંસ્કૃતિને નજીકથી જોવાનો મોકો મળે છે. પર્યટકો માટે અને ફોટોઝ માટે આ જગ્યા બેસ્ટ છે. તમે અહીંના સુંદર દ્રશ્યો કેમેરામાં કેદ કરી શકો છો.
કેવી રીતે પહોંચશો હેપ્પી વેલી
દિલ્હી, હરિયાણા, પંજાબ કે ઉત્તરપ્રદેશના લોકો સરળતાથી મસૂરી મોલ રોડ કે લાઈબ્રેરી બસ સ્ટેન્ડથી બાઈક રેન્ટ પર કરીને વેલીને એક્સપ્લોર કરી શકે છે.
આ પણ વાંચોઃ સોલો ટ્રાવેલિંગમાં આ પાંચ ભૂલો પડી શકે છે ભારે, નહીં કરી શકો એન્જોય