ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતની યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયુ

ગુજરાતની યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયુ છે. જેમાં યુનેસ્કો હેરિટેજ સાઇટ્સની સંભવિત યાદીમાં ગુજરાતના આ સ્થળો ઉમેરાયા છે. તેમાં ત્રણ સ્થળ પૈકી ગુજરાતના વડનગર, મોઢેરા ખાતેના સૂર્ય મંદિરનો સમાવેશ થયો છે. તથા ત્રિપુરાના ઉનાકોટીના શિલ્પોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ @ASIGoIએ માહિતી આપી છે.

આ પણ વાંચો: ગુજરાતના લાખો લોકોને થશે ફાયદો, BU વગરના બાંઘકામ કાયદેસર કરાશે

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)એ માહિતી આપી

યુનેસ્કો (યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન) વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની સંભવિત યાદીમાં ભારતના ત્રણ નવા સાંસ્કૃતિક સ્થળોનો સમાવેશ કરવામાં આવશે, જેમાં મોઢેરાના ઐતિહાસિક સૂર્ય મંદિર, ગુજરાતના ઐતિહાસિક વડનગર શહેર તેમજ ત્રિપુરામાં ઉનાકોટીની શિલ્પકૃતિઓનો સમાવેશ થાય છે. એમ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ મંગળવારે આ માહિતી આપી છે.

 

આ પણ વાંચો: વિધાનસભાના નવા અધ્યક્ષ શંકર ચૌધરીએ સભાગૃહ માટે કરી આ ખાસ વાત

કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રીએ ત્રણ સાઇટ્સની તસવીરો શેર કરી

યુનેસ્કોની વેબસાઈટ કામચલાઉ યાદીને “પ્રોપર્ટીની યાદી કે જે પ્રત્યેક સરકાર નામાંકન માટે વિચારણા કરવા માંગે છે” તરીકે વર્ણવે છે. તેમાં કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રીએ ત્રણ સાઇટ્સની તસવીરો તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં જણાવ્યું છે કે તેણે “ભારતને અભિનંદન! યુનેસ્કોની કામચલાઉ યાદીમાં ભારતના વધુ ત્રણ સ્થળો ઉમેર્યા છે: પ્રથમ ગુજરાતનું વડનગર બહુસ્તરીય ઐતિહાસિક શહેર બીજી મોઢેરાનું સૂર્ય મંદિર અને તેની આસપાસના સ્મારકો અને ત્રીજું, ઉનાકોટી જિલ્લામાં પથ્થરની કોતરણીની શ્રેણી.

આ પણ વાંચો: અમદાવાદ – મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેનનું કામ રોકેટ ગતિએ દોડ્યું, જાણો તેની સમગ્ર માહિતી

ભારતીય સાંસ્કૃતિક વારસાને મોટું પ્રોત્સાહન મળશે

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ પણ તેમનું ટ્વિટ શેર કર્યું અને કહ્યું કે આ પગલું ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપશે. ASIએ જણાવ્યું હતું કે, “મોઢેરા ખાતેનું સૂર્ય મંદિર અને તેની આસપાસના સ્મારકો, ઉનાકોટીના શિલાઓ અને બહુસ્તરીય શહેર વડનગર એ યુનેસ્કોની કામચલાઉ યાદીમાં ઉમેરવામાં આવેલી ત્રણ નવી જગ્યાઓમાં સામેલ છે. આનાથી ભારતીય સાંસ્કૃતિક વારસાને મોટું પ્રોત્સાહન મળશે.

Back to top button