2023ના વર્ષમાં ઘરમાં આ દિશામાં લગાવો કેલેન્ડર, આવશે સમૃદ્ધિ
નવુ વર્ષ 2023 શરૂ થવા જઇ રહ્યુ છે. નવા વર્ષની વસ્તુઓમાં સૌથી ઉપર આવે છે કેલેન્ડર. દરેક વ્યક્તિ ઘર કે ઓફિસમાં જુનુ કેલેન્ડર હટાવી દે છે અને નવુ કેલેન્ડર લગાવે છે. જો કેલેન્ડર વાસ્તુની દ્રષ્ટિએ લગાવવામાં આવે તો તે તમારી પ્રગતિ માટે શુભ માનવામાં આવે છે. જો તમે વર્ષ 2023ને 2022 કરતા વધુ લાભદાયક અને પ્રભાવશાળી બનાવવા ઇચ્છો છો તો વાસ્તુની કેલેન્ડર સાથે જોડાયેલી કેટલીક ટિપ્સ તમારી મદદ કરી શકે છે. વાસ્તુ અનુસાર જો કેલેન્ડર યોગ્ય દિશામાં લગાવવામાં આવે તો તમારી કિસ્મત જાગૃત થાય છે. સાથે સમસ્યાઓ પણ દુર થાય છે.
જુના કેલેન્ડર પર ન લગાવો નવું કેલેન્ડર
ક્યારેક વ્યક્તિ ઉતાવળમાં જુના કેલેન્ડર પર જ નવું કેલેન્ડર લગાવી દે છે. આ કારણે કેટલાય દિવસો સુધી જુનુ કેલેન્ડર ઘરની દિવાલો પર લટકેલુ રહે છે. વાસ્તુમાં જુનુ કેલેન્ડર ઘરમાં લટકાવી રાખવુ યોગ્ય માનવામાં આવતુ નથી. તે તમારા જીવનમાં પ્રગતિના અવસરોને ઘટાડે છે. સાથે સાથે ભવિષ્યની રૂપરેખા પણ પ્રભાવિત થાય છે. નવુ કેલેન્ડર લગાવતા પહેલા જુનુ કેલેન્ડર દિવાલ પરથી હટાવી દેવું જોઇએ.
આ દિશામાં લગાવો 2023નું કેલેન્ડર
વાસ્તુ અનુસાર કેલેન્ડરને હંમેશા ઘરની ઉત્તર, પશ્વિમ કે પુર્વ દિવાલ પર લગાવવુ યોગ્ય માનવામાં આવે છે. ઘર, ઓફિસ કે દુકાન વગેરે જેવા સ્થળો પર પણ કેલેન્ડર એજ દિશામાં લગાવો તો તમારા જીવનમાં પ્રગતિ આવશે. વર્ષભર તમામ પરેશાનીઓ દુર રહેશે. ક્યારેય પણ કેલેન્ડર દક્ષિણ દિશામાં ન લગાવવુ જોઇએ. તેમ કરવાથી ઘરના મેઇન વ્યક્તિનું સ્વાસ્થ્ય સારુ રહેતુ નથી. ઉગતા સુરજની તસવીર વાળુ કેલેન્ડર પુર્વ દિશામાં લગાવો.
આ દિશામાં કેલેન્ડર લગાવવાથી થશે ધનની વૃદ્ધિ
વાસ્તુમાં ઉત્તર દિશાને કુબેરની દિશા માનવામાં આવે છે. આ માટે સુખ-સમૃદ્ધિ અને ધનના આગમન માટે નવા વર્ષનું કેલેન્ડર ઉત્તર દિશામાં લગાવો. હરિયાળી, લગ્નજીવનની તસવીર, ફુવારા. યુવા જીવનની તસવીર વાળુ કેલેન્ડર યોગ્ય માનવામાં આવે છે. ક્યારેય ઘરના મુખ્ય દરવાજા પર કેલેન્ડર ન લગાવો. જ્યારે ઘરનો દરવાજો દક્ષિણ મુખી હોય ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખો. ક્યારેય દરવાજા પાછળ કેલેન્ડર ન લગાવો તેનાથી આયુષ્ય ઘટે છે.
આ પણ વાંચોઃ WhatsApp માં પ્રાઈવસીને લઈને થઈ જાવ બેફિકર : આવી રહ્યું છે આ નવું ફિચર