ધર્મ

શ્રાદ્ધમાં પિતૃઓ માટે ચોક્કસ બને છે ખીરનો પ્રસાદ, નોંધી લો સાચી રીત

Text To Speech

પિતૃપક્ષનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. પિતૃ પક્ષને શ્રાદ્ધ પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. પિતૃપક્ષમાં પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે. આ વર્ષે પિતૃપક્ષ 10 સપ્ટેમ્બર 2022થી શરૂ થયો છે અને પિતૃપક્ષ 25 સપ્ટેમ્બર 2022ના રોજ સમાપ્ત થશે. શ્રાદ્ધ દરમિયાન પિતૃઓ માટે ખીરનો પ્રસાદ બનાવવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે ખીર ચઢાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પરિવારને સુખ આપે છે. આવી સ્થિતિમાં શ્રાદ્ધ દરમિયાન બનેલી ખીર કેવી રીતે બનાવવી તે જાણીએ.

ખીર બનાવવા માટેની સામગ્રી-

-એક લિટર દૂધ

– બે વાડકી મખાના

– ચાર ચમચી ખાંડ

– બે ચમચી ઘી

-બદામ-

-કાજુ

– કિસમિસ

-સૂકા નારિયેળની છીણ

– એલચી પાવડર

-અડધી ચમચી કેસરના તારને દૂધમાં પલાળી રાખો.

ખીર બનાવવાની રીત

ખીર બનાવવા માટે સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરો અને મખાનાને તળી લો. ત્યાર બાદ શેકેલા મખાનાને થાળીમાં કાઢીને તેને ઠંડા કરીને ક્રશ કરી લો. હવે દૂધને ઉકળવા દો, જ્યારે દૂધ ઉકળે ત્યારે તેમાં મખાનાનો ભૂકો નાખીને તેને પકવો અને ખાંડ ઉમેરો. ખીરને ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. હવે તેમાં કાજુ-બદામ, નારિયેળની છીણ, કિસમિસ, એલચી અને કેસર ઉમેરો. તમારી ખીર તૈયાર છે. ગરમ પ્લેટમાં સર્વ કરો.

Back to top button