Pitru Paksha 2023: શ્રાદ્ધ પક્ષ ક્યારથી શરૂ થશે? શું હોય છે મહત્ત્વ?
- 2023માં પિતૃ પક્ષ 29 સપ્ટેમ્બરથી શરૂ થશે
- પિતૃપક્ષનો સમય પિતૃઓની આત્માની શાંતિ માટે ખાસ
- કુંડળીમાં પિતૃ દોષ હોય તો મુક્તિ મેળવવા માટેનો શ્રેષ્ઠ સમય
હિંદુ ધર્મમાં પિતૃ પક્ષ અથાર્ત શ્રાદ્ધ પક્ષ પિતૃઓની આત્માની શાંતિ માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. પિતૃ પક્ષના આ 16 દિવસોમાં શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે. પિતૃ પક્ષમાં વંશજો તેમના પૂર્વજોની આત્માની શાંતિ માટે પિંડદાન, તર્પણ જેવી શ્રાદ્ધ વિધિઓ કરે છે. બીજી તરફ જો કુંડળીમાં પિતૃ દોષ હોય તો તેનાથી મુક્તિ મેળવવા માટે પિતૃ પક્ષનો સમય શ્રેષ્ઠ છે. હિંદુ પંચાંગ અનુસાર શ્રાદ્ધ પક્ષ એટલે કે પિતૃ પક્ષ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પુનમથી શરૂ થઇને અમાસે ખતમ થાય છે. વર્ષ 2023 માં શ્રાદ્ધ ક્યારે શરૂ થઈ રહ્યા છે અને તે કેટલો સમય ચાલશે?
આ વખતે પિતૃ પક્ષ (શ્રાદ્ધ પક્ષ) 29 સપ્ટેમ્બર 2023થી શરૂ થઈ રહ્યો છે. શ્રાદ્ધ 15 દિવસ પછી 14 ઓક્ટોબર 2023 ના રોજ સમાપ્ત થશે. પિતૃ પક્ષ ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાથી શરૂ થાય છે અને અમાસના દિવસે પુર્ણ થાય છે. આને સર્વ પિતૃ અમાવસ્યા કહે છે. જે પૂર્વજોની મૃત્યુ તારીખ આપણે જાણતા નથી છે, તે પૂર્વજો માટે અમાસના દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે.
પિતૃ પક્ષ 15 દિવસ મોડો શરૂ થશે
આ વખતે પિતૃ પક્ષ 29 સપ્ટેમ્બર 2023થી શરૂ થઈ રહ્યો છે. શ્રાદ્ધ 15 દિવસ પછી 14 ઓક્ટોબર 2023 ના રોજ સમાપ્ત થશે. આ વર્ષે શ્રાવણ મહિનામાં અધિક માસ હોવાથી તે પછીના તમામ ઉપવાસ અને તહેવારો 12 થી 15 દિવસ મોડા પડશે. સામાન્ય રીતે પિતૃપક્ષ સપ્ટેમ્બરમાં સમાપ્ત થાય છે, પરંતુ આ વર્ષે પિતૃપક્ષ સપ્ટેમ્બરના અંતમાં શરૂ થશે અને ઓક્ટોબરના મધ્ય સુધી ચાલશે.
આ છે શ્રાદ્ધની તિથિઓ
29 સપ્ટેમ્બર 2023, શુક્રવાર – પૂર્ણિમા અને એકમ શ્રાદ્ધ
30 સપ્ટેમ્બર 2023, શનિવાર – દ્વિતિયા શ્રાધ
1 ઓક્ટોબર 2023, રવિવાર – તૃતીયા શ્રાદ્ધ
2 ઓક્ટોબર 2023, સોમવાર – ચતુર્થી શ્રાદ્ધ
3 ઓક્ટોબર 2023, મંગળવાર – પાંચમનું શ્રાદ્ધ
4 ઓક્ટોબર 2023, બુધવાર – છઠ્ઠનું શ્રાદ્ધ
5 ઓક્ટોબર, 2023, ગુરૂવાર – સપ્તમી શ્રાદ્ધ
6 ઓક્ટોબર 2023, શુક્રવાર – આઠમનું શ્રાદ્ધ
7 ઓક્ટોબર 2023, શનિવાર – નોમનું શ્રાદ્ધ
8 ઓક્ટોબર 2023, રવિવાર – દશમના શ્રાદ્ધ
9 ઓક્ટોબર 2023, સોમવાર – એકાદશી શ્રાદ્ધ
11 ઓક્ટોબર 2023, બુધવાર – બારસનું શ્રાદ્ધ
12 ઓક્ટોબર 2023, ગુરુવાર – તેરસનું શ્રાદ્ધ
13 ઓક્ટોબર 2023, શુક્રવાર – ચતુર્દશી શ્રાદ્ધ
14 ઓક્ટોબર 2023, શનિવાર – સર્વ પિતૃ અમાસ
આ પણ વાંચોઃ ટીવીના મોસ્ટ પોપ્યુલર શો ‘સાથ નિભાના સાથિયા’ થી ફેમસ થયેલી જિયા માણેક આજે પણ દર્શકોની ફેવરિટ ‘ગોપી વહુ’ છે.