ધર્મવિશેષ

આજથી શરૂ થયા પિતૃપક્ષ શ્રાદ્ધ, આર્શીવાદ મેળવવા માટે રાખો આ વાતનું ધ્યાન

Text To Speech

હિંદુ પંચાંગ અનુસાર ભાદરવા મહિનાની પૂર્ણિમાની તિથિથી શ્રાદ્ધ પક્ષની શરૂઆત થાય છે. આ દિવસથી પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે. આ વખતે પિતૃપક્ષ 10 સપ્ટેમ્બર, શનિવાર એટલે કે આજથી શરૂ થશે અને 25 સપ્ટેમ્બર 2022 સુધી ચાલુ રહેશે. હિંદુ માન્યતા અનુસાર જે પરિવારના વ્યક્તિ પોતાનો દેહ છોડીને પરલોક સિધાવ્યા છે તેમની આત્માની શાંતિ માટે તર્પણ કરાય છે. આ સિવાય યમરાજ પણ શ્રાદ્ધ પક્ષમાં જીવને મુક્ત કરે છે જેથી પરિજનો અહીં જઈને શાંતિ મેળવી શકે. માનવામાં આવે છે કે પિતૃઓ શ્રાદ્ધમાં પૃથ્વી પર આવે છે અને પોતાના પરિજનો પાસે તર્પણ મેળવીને આર્શીવાદ આપે છે. તેનાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે. કોઈ વ્યક્તિ મૃત પરિજનને તર્પણ નથી આપતા તો પિતૃઓ નારાજ થાય છે અને સાથે કુંડળીમાં પિતૃદોષ પણ લાગે છે.

પિતૃઓને માટે શું કરશો ?

આ સમયે પૂર્વજોના આત્માની શાંતિ માટે દાન અને પુણ્ય કરો. આ સમયે તેલ, સોનું, ઘી, ચાંદી, મીઠું અને ફળનું દાન કરો. આ દિવસે બ્રાહ્મણોને જમાડવામાં આવે છે. શ્રાદ્ધ પક્ષમાં દાનની તિથિ અનુસાર કામ કરો. આમ કરવાથી પૂર્વજોના આર્શીવાદ મળે છે.

પિતૃઓની માફી માંગો

જો તમે ભૂલથી પણ કોઈ ભૂલ કરી છે તો પિતૃઓની ક્ષમા માંગો. આ સ્થિતિમાં પોતાના પિતૃઓની પૂજા કરતા તેમના ફોટા પર તિલક કરો. પિતૃઓની તિથિના અનુસાર તલના તેલનો દીવો કરો અને ગરીબોને ભોજન વહેંચો. આ સાથે ભૂલ માટે માફી માંગો. આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થશે અને આર્શીવાદ આપશે.

આ રીતે કરો પૂજા

જો તમે કોઈ પૂર્વજ પૂર્ણિમાના દિવસે ગુમાવ્યા છે તો તેમના શ્રાદ્ધ ઋષિઓનો સમર્પિત હોય છે. આ દિવસે દિવંગતનો ફોટો સામે રાખો અને તર્પણ કરાવો. પિતૃઓના ફોટો પર ચંદનની માળા અને તિલક કરો. આ સિવાય પિતૃઓને ખીર ધરાવો. આ સિવાય પિંડદાન કરાવો અને પછી કાગડા, ગાય અને કૂતરાને પ્રસાદ ખવડાવો. આ પછી બ્રાહમણોને ભોજન કરાવીને પછી પોતે ભોજન કરો.

રાખો આ વાતનું ધ્યાન

શ્રાદ્ધમાં કોઈ પણ શુભ કામ કરી શકાતું નથી. આ દિવસે ડુંગળી, લસણ, નોનવેજનું સેવન ન કરો. શ્રાદ્ધની તિથિના અનુસાર દિવંગત આત્મા હેતુ ઘરના દરેક સભ્યોના હાથે દાન કરાવો. આ સિવાય કોઈ ગરીબને ભોજન કરાવો અને સામર્થ્ય અનુસાર દાન આપો.

પીપળાની પૂજાથી થાય છે પિતૃદોષની શાંતિ કારણ કે,

વેદોમાં પણ પીપળાના ઝાડને પૂજ્ય માનવમાં આવે છે. પીપળની છાયા તપ, સાધના માટે ઋષિઓને પ્રિય સ્થળ માનવામાં આવે છે. મહાત્મા બુદ્ધના બોધક્તનિર્વાણ પીપળાની ઘેરી છાયાથી જોડાયેલી હોય છે. શાસ્ત્રોના અનુસાર પીપળામાં ભગવાન વિષ્ણુનો નિવાસ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર પીપળામાં ભગવાન વિષ્ણુને પિતૃના દેવતા માનવામાં આવે છે કારણકે પ્રસિદ્ધ ગ્રંથ વ્રતરાજની અશ્વત્થોપસનામાં પીપળાના વૃક્ષની મહિમાનો ઉલ્લેખ છે. આમાં અર્થવણઋષિ પિપ્લાદમુનીએ કહ્યુ છે કે પ્રાચીન કાળમાં દૈત્યોના અત્યાચારથી પીડિત સમસ્ત દેવતાગણ જ્યારે વિષ્ણુની પાસે ગયા અને તેમને કષ્ટ મુક્તિનો ઉપાય પુછ્યો, ત્યારે વિષ્ણુએ જવાબ આપ્યો કે હું – અશ્વત્થના રૂપમાં ભુતળ પર પ્રત્યક્ષ રૂપે વિદ્યમાન છું. આ માટે એવી માન્યતા છે કે વિષ્ણુ ભગવાનના સ્વરૂપે પીપળાને પિતૃ નિમિત્તે જે પણ ચઢાવવામાં તેનાથી આપણા પિતૃને તૃપ્તિ મળે છે. અમાસ એ પિતૃનો દિવસ માનવામાં આવે છે આ માટે અમાસના દિવસે પુર્વજોની તૃપ્તિ માટે પીપળાને દુધ અને જળ ચઢાવવામાં આવે છે.

કઇ તિથિ પર કયા પિતૃઓનું શ્રાદ્ધ કરવું ?

ભાદરવા માસનાં વદપક્ષએ પિતૃને તૃપ્ત કરવા માટેનો સમય છે આ માટે તેને પિતૃપક્ષ કહે છે. પંદર દિવસનાં આ પક્ષમાં લોકો પોતાનાં પિતૃઓને જળ આપે છે તથા તેમની મૃત્યુ તિથિઓ પર શ્રાદ્ધ કરે છે. અમુક લોકો એવાં પણ હોય છે કે જેઓ પોતાનાં પરિજનોની મૃત્યુની તિથિ જાણતાં નથી. આ સમસ્યાનાં સમાધાન માટે પિતૃપક્ષમાં અમુક વિશેષ તિથિઓ પણ નિયત કરવામાં આવે છે જે દિવસે શ્રાદ્ધ કરવાથી દરેક પિતૃજનની આત્માને શાંતિ મળે છે આ પ્રમુખ તિથિઓ આ પ્રકારે છે.

ભાદરવા વદ એકમનું શ્રાદ્ધ : આ તિથિ નાના – નાની નાં શ્રાદ્ધ માટે ઉત્તમ માનવામાં આવી છે. જો નાના- નાનીનાં પરિવારમાં કોઇ શ્રાદ્ધ કરવાવાળું ના હોય અને જો તમે તેમની મૃત્યુ  તિથિનાં જાણતાં હોય તો આ તિથિનાં શ્રાદ્ઘ કરવાથી આત્માને શાંતિ મળે છે. તેના ઘરમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

પાંચમનું શ્રાદ્ધ : આ તિથિ પર તેમનાં પરિવારજનોનું શ્રાદ્ધ કરવાનું મહત્વ છે. જેમનું મૃત્યુ  કુંવારા પણાની સ્થિતિમાં થઇ હોય. આ તિથિને કુંવારા પાંચમ કહે છે.

નોમનું શ્રાદ્ધ : આ તિથિ માતાનાં શ્રાદ્ધ માટે ઉત્તમ માનવામાં આવી છે. આ માટે તેને માતૃ નોમ પણ કહે છે. આ તિથિ પર શ્રાદ્ધ કરવાથી કુળની દિવંગત મહિલાઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે. આ તિથિમાં શ્રાદ્ધ પરિવારનાં તે લોકો માટે કરવામાં આવે છે જેમણે સંન્યાસ લીધો છે.

ચૌદશનું શ્રાદ્ધ : આ તિથિ તે પરિવારજનોનાં શ્રાદ્ધ માટે છે જેની અકાળ મૃત્યુ થઇ હોય જેમ કે – દુર્ઘટના, જીવન ટૂંકાવવું, શસ્ત્ર વગેરે.

સર્વ પિતૃમોક્ષ અમાસ : કોઇ કારણથી પિતૃપક્ષની દરેક તિથિઓ પર પિતૃઓનું શ્રાદ્ધ ચૂકી જાય અને પિતૃઓની તિથિ યાદ ના હોય ત્યારે આ તિથિ પર દરેક પિતૃઓનું શ્રાદ્ધ કરી શકાય છે. આ દિવસે શ્રાદ્ધ કરવાથી કુળનાં દરેક પિતૃઓનું શ્રાદ્ધ થઇ જાય છે.

પિતૃ પક્ષ 2022 શ્રાદ્ધ તારીખો

સપ્ટેમ્બર 10 – પૂર્ણિમા શ્રાદ્ધ (શુક્લ પૂર્ણિમા), પ્રતિપદા શ્રાદ્ધ (કૃષ્ણ પ્રતિપદા)
11 સપ્ટેમ્બર – અશ્વિન, કૃષ્ણ દ્વિતિયા
12 સપ્ટેમ્બર – અશ્વિન, કૃષ્ણ તૃતીયા
13 સપ્ટેમ્બર – અશ્વિન, કૃષ્ણ ચતુર્થી
14 સપ્ટેમ્બર – અશ્વિન, કૃષ્ણ પંચમી
15 સપ્ટેમ્બર – અશ્વિન, કૃષ્ણ પષ્ટિ
16 સપ્ટેમ્બર – અશ્વિન, કૃષ્ણ સપ્તમી
18 સપ્ટેમ્બર – અશ્વિન, કૃષ્ણ અષ્ટમી
19 સપ્ટેમ્બર – અશ્વિન, કૃષ્ણ નવમી
20 સપ્ટેમ્બર – અશ્વિન, કૃષ્ણ દશમી
21 સપ્ટેમ્બર – અશ્વિન, કૃષ્ણ એકાદશી
22 સપ્ટેમ્બર – અશ્વિન, કૃષ્ણ દ્વાદશી
23 સપ્ટેમ્બર – અશ્વિન, કૃષ્ણ ત્રયોદશી
24 સપ્ટેમ્બર – અશ્વિન, કૃષ્ણ ચતુર્દશી
25 સપ્ટેમ્બર – અશ્વિન, કૃષ્ણ અમાવસ્યા
Back to top button